________________
દિલ્હી અગાઉ અહીં ધાતુની ૩૦૦ જેટલી પ્રતિમાઓ હતી તે ભંડારી દેવામાં આવી છે.
(૨) ચેલપુરીમાં શિખરબંધી શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે, . જેમાં પાષાણની ૮ અને ધાતુની ૧૯ પ્રતિમાઓ છે. તથા ભીતો અને છતોમાં સોનેરી નકશીકામ છે.
(૩) અનારકલીમાં લાલા હજારીગલનું ઘર દેરાસર છે, જેમાં શ્રી શાંતિનાથ ભગવાન તથા સ્ફટિકની-૧૧, સબજ રંગની-૧, પાનાની-૧ મૂર્તિ છે.
(૪) ચીરાખાનામાં શ્રી ચિંતામણી પાશ્ર્વનાથ ભગવાનનું મંદિર છે. તેમાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ છે.
(૫) જોગીવાડામાં સરદારસિંગ ઝવેરીનું ઘર દેરાસર છે, આરસની છત્રીમાં શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે.
(૬) હૈદરકલીમાં લાલા કનુજી માથુમલનું ઘર દેરાસર છે, તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધાતુની પ્રતિમાજી છે તથા નીલવર્સી, સ્ફટિકની, મીનાની મૂર્તિઓ છે.
(૭) કુતુબમિનારની પાસે દાદાવાડી છે. ત્યાં પૂજા કરવાની સગવડતા છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસરો છે. યાત્રા કરી શકાય તેવો શ્રી શત્રુંજયગઢ બનાવેલો છે. અહીં ધર્મશાળા છે.
દાદાગુરુના નામે ઓળખાતાં સ્થળમાં મણિધારી શ્રી જિનચંદ્રસૂરિનું સમાધિસ્થળ છે.
નવું દેરાસર : શ્રી આત્મવલ્લભ સંસ્કૃતિમંદિર, જી. ટી. કરનાલ રોડ, અલીપુર, દિલ્હી-૧૧૦ ૦૩૬. જેમાં શ્રી ચતુર્મુખ જિનપ્રાસાદ બન્યો છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, બીજી તરફ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન, ત્રીજી તરફ શ્રી આદીશ્વર ભગવાન, ચોથી તરફ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૩૫"ની પ્રતિમાઓ છે. તથા શ્રી ગુરુગૌતમસ્વામીની તથા શ્રી પદ્માવતીદેવીની મૂર્તિઓ છે. મંદિરની પ્રતિષ્ઠા સંવત : ૨૦૪૫ માહ સુદ-૫ વસંતપંચમી શુક્રવાર તા. ૧૦-૨-૮૯ના રોજ થઈ છે. વાળ એગ્રો મિલ્સ લી.ના ડાયરેકટરોએ મંદિરના નિર્માણમાં મોટો ફાળો આપ્યો છે. સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજીની પ્રેરણાથી શ્રી વલ્લભ સ્મારક બન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org