SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ એકવાર વસંતૠતુમાં વનવિહાર કરી રહેલા સહજવિરાગી શ્રી પાર્શ્વનાથ પ્રભુને રાજીમતીનો ત્યાગ કરી જતા ભગવાન શ્રી નેમિનાથનું ચિત્ર જોઈને વૈરાગ્યભાવની વૃદ્ધિ થઈ. મહાપુરૂષોને પણ આવા નિમિત્તો પ્રેરક બને છે. લોકાંતિકદેવો ભગવાનનો દીક્ષા અવસર જાણી પોતાના આચાર પ્રમાણે ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. પ્રભુએ પણ ત્યારથી જ જગતના દારિદ્રયને દૂર કરનાર સંવત્સરીદાન દેવાનું શરૂ કર્યું. એકવર્ષ દરમ્યાન ત્રણ અબજ અઠયાસી કરોડ એશીલાખ સોનૈયાનું દાન આપી મહામહોત્સવપૂર્વક નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પરિવરેલા પ્રભુએ વિશાળા નામની શિબિકામાં આરુઢ થઈ કાશીનગરીની બહાર આશ્રમપદ નામના ઉદ્યાનમાં પોષ વદ-૧૧ના (માગ. વદ-૧૧) શુભ દિવસે અટઠમના તપપૂર્વક ૩૦૦ રાજપુત્રો સાથે ત્રીશ વર્ષની વયે પંચમુષ્ઠિલોચ કરવા પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. ૨૫૪ સિદ્ધ ભગવંતની સાક્ષીએ સર્વ-સાવધયોગના પચ્ચક્ખાણ કરતાંની સાથે જ ભગવાનને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર બાદ નર-નારીઓ અને દેવ-દેવીઓ પ્રભુનું દીક્ષા કલ્યાણક ઉજવી પોતપોતાના સ્થાને ગયા. ભગવાને કાઉસગ્ગ ધ્યાનમાં રાત્રિ પસાર કરી. બીજે દિવસે ધન્યસાર્થ વાહને ત્યાં અઠ્ઠમનું પારણું કર્યુ. દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રગટાવ્યા. નગરજનોએ ઘન્ય સાર્થવાહને લાખ લાખ ધન્યવાદ આપ્યા. ક્રમશઃ વિહાર કરતાં પ્રભુ એકવાર કલિ નામના પર્વત પાસે અને કુંડ નામના સરોવરની પાળે કાર્યોત્સર્ગધ્યાને ઊભા હતા. ત્યાં મહીઘર નામનો હાથી ભગવાનને જોઈ જાતિસ્મરણજ્ઞાન પામ્યો. સુંદર સુગંધવાળા ખીલેલા કમળોથી હાથીએ પરમાત્માની પૂજા કરી. નજીકમાં આવેલી ચંપાનગરીના રાજા કરકંડુએ પોતાના ગુપ્તચરો પાસેથી ભગવંતના આ અતિશયને જાણી અત્યંત આનંદિત બની બીજે દિવસે ચતુરંગી સેના સાથે ભગવાનના દર્શન કરવા આવ્યો. પરંતુ અપ્રતિબદ્ધ વિહારી પ્રભુ કરકંડુ રાજા આવે તે પહેલાં બીજે વિહાર કરી ગયા હતા. તેથી કરકંડુ રાજાએ પ્રભુના ચરણકમલથી પાવન થયેલી એ ભૂમિ ઉપર શ્રી જિનમંદિર બંધાવી એમાં શ્રી પાર્શ્વનાથપ્રભુની મણિમય પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. તેથી એ સ્થાન ત્યારથી કલિકુંડતીર્થના નામે પ્રસિદ્ધિ પામ્યું. હાથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન ધરતો શુભભાવપૂર્વક મૃત્યુ પામી શ્રી કલિકુંતીર્થનો અધિષ્ઠાયકદેવ થયો. એકવાર પ્રભુ શિવનગરીની બહાર કોશમ્બ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ધરણેન્દ્ર આવી પ્રભુના મસ્તક ઉપર ત્રણ અહોરાત્ર સુધી સર્પનું રૂપ ધારણ કરી પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy