________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૫૩ પાન કરતા, પ્રભુ બાલ્યાવસ્થા વટાવી યુવાવસ્થામાં આવ્યા ત્યારે કુશસ્થલનગરના રાજા પ્રસેનજીતની પુત્રી પ્રભાવતી સાથે પાર્શ્વકુમારના લગ્ન થયા. જલકમલની જેમ નિર્લેપ રહી ભોગસુખોને રોગમાની ભગવાન ભોગાવલીકર્મને (ચારિત્રમોહનિય) ખપાવી રહ્યા હતા.
એકવાર પોતાના મહેલની અટારીમાં બેઠેલા ભગવાને પૂજાની સામગ્રી લઈ ઉત્સાહપૂર્વક નાગરીકોને નગર બહાર નીકળતાં જોયા. ભગવાને પોતાના સેવકને એનું કારણ પૂછયું. સેવકના મુખથી કમઠ નામના મહાતપસ્વીનું નગર બહાર આગમન થયેલું જાણ્યું. પ્રભુ જન્મથી ત્રણ જ્ઞાનના ધારક હતા. કમઠે સળગાવેલા કાષ્ઠમાં બળતા સર્પને અવધિજ્ઞાનથી જાણી તેમજ ભવોભવ એકતરફી વૈરબુદ્ધિ રાખી પોતાનું જ અહિત કરી રહેલા કમઠનું આત્મહિત થાય એવી અપાર કરૂણા બુદ્ધિથી ભગવાન તાપસ પાસે ગયા. ધન્ય છે અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભગવાનની એ પરોપકાર શીલતાને !
હેતપસ્વી! જીવવધનું અકાર્ય કરી તમે તપસ્વીનું નામ ધરાવો છો તે શું યોગ્ય છે? એમ કરૂણાસાગર શ્રી પાર્શ્વકુમારે અત્યંત કોમળ વાણીથી તાપસને કહ્યું.
હે રાજકુમાર ! તમે અચૂકડા કરી જાણો, કષ્ટસાધ્ય તપની બાબતમાં તમને શું ખબર પડે? ભોગવિલાસમાં અને રાજવૈભવમાં તમારું જીવન ખલાસ થઈ રહ્યું છે. એનો તમે વિચાર કરતા નથી અને અમને ઉપદેશ આપવા નીકળ્યા છો!
અરે તપસ્વી! જેમાં પ્રત્યક્ષ હિંસા થઈ રહી છે અને તમે ધર્મ કહેતા હો, તપ કહેતા હો તો તે ધર્મ કે તપ નથી પણ કેવલ કાયકષ્ટ છે. શા માટે તમારી જાતને ઠગો છો ?આ રીતે પ્રભુ શાન્તપણે સમજાવતા હતા.
અરે રાજકુમાર ! ધર્મ તો અમારી પાસે જ હોય તમે તો ધનના પૂજારી છો. નાહક અમારા તપમાં ખલેલ પહોંચાડો નહીં. ક્રોધથી લાલચોળ નેત્રવાળો કમઠ બોલી ઊઠયો.
હવે કમઠને કાંઈપણ કહેવું તે દેવતા ઉપર દારૂ નાખવા જેવું છે એમ સમજી કરૂણાસિંધુ શ્રી પાર્શ્વકુમારે પાસે ઊભેલા સેવક દ્વારા બળતું લાકડું બહાર કઢાવ્યું, એને ચિરાવી અંદર બળતા કાળાનાગને બહાર કઢાવ્યો અને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો નાગ મૃત્યુ પામી ધરણેન્દ્રદેવ બન્યો. લોકોથી ધિક્કાર પામેલો કમઠ પરમકૃપાળુ પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુ ઉપર દ્વેષ ધારણ કરતો તરત ત્યાંથી ચાલ્યો ગયો. જીવનભર અજ્ઞાનકષ્ટ કરી મૃત્યુ પામી મેઘમાળી નામનો દેવ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org