SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૫૫ ફણાવાળું છત્ર ધારણ કર્યું ત્યારથી એ ભૂમિ અહિછત્રા' નામે પ્રસિદ્ધિને પામી. રાજપુર નગરની રાજવાટિકામાં ઈશ્વર નામના રાજાને પ્રભુના દર્શન માત્રથી જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી પરમાત્માને પરમોપકારીમાનીત્યાં કુકુંટેશ્વરતીર્થની સ્થાપના કરી. આ રીતે જગતમાં પ્રભુનો મહામહિમા સર્વત્ર વ્યાપી રહ્યો હતો. પરમાત્મા વિહાર કરતા ફરી એકવાર આશ્રમ-પદઉદ્યાનમાં પધાર્યા, ત્યારે ૧૦-૧૦ ભવથી વૈરને નહિ ભૂલેલો કમઠ જે મેધમાળી દેવ તરીકે ઉત્પન્ન થયો હતો. તેણે વિર્ભાગજ્ઞાનથી પરમાત્માને જોઈ પ્રભુ ઉપર ઉપસર્ગોની હેલી વરસાવી. છેલ્લે મુશળધાર વરસાદ વરસાવ્યો. નિશ્ચલ પણે ધ્યાનમાં ઉભેલા પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યા.... ચારે બાજુ જળબંબાકાર બની ગયું. છતાંય મેરુ જેવા ધીર પ્રભુ શુભધ્યાનમાંથી જરાય ચલાયમાન થયા નહીં. ભગવાનને આ ઉપસર્ગ થવાથી ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું. નાગકુમાર ધરણેન્દ્ર ભગવાન પાસે આવી પ્રભુ ઉપર પોતાની કાયાનું છત્ર કરી ઉપદ્રવને શાંત કર્યો. મેઘમાળીને ત્યાંથી કાઢી મૂકયો. મેધમાળી પોતાના પાપાચરણની નિંદા કરતો દેવલોકમાં ચાલ્યો ગયો. ધરણેન્દ્ર અને પદ્માવતી પરિવાર સાથે ભગવાનની પૂજા ભકિત પ્રાર્થના કરી પોતાના સ્થાને ગયા. દીક્ષાદિવસથી ૮૪માદિવસે ચૈત્ર વદ-ચોથે (ફાગણ વદ-૪)વિશાખાનક્ષત્રની સાથે ચન્દ્રનો યોગ થતાં ધાતકી વૃક્ષ નીચે પરમાત્મા અઠમના તાપૂર્વક નિર્મળ ભાવથી આત્માને ભાવતા હતા ત્યારે ઘણતિકર્મનો ક્ષય થતાં પરમાત્માને લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન -કેવલદર્શન ઉત્પન્ન થયું. ભગવાનનું કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવા અસંખ્ય દેવ-દેવીઓ અને ચોસઠેય દેવેન્દ્રો ત્યાં આવ્યા. દેવોએ ભગવાનની દેશના ભૂમિ-સમવસરણની રચના કરી. સમવસરણમાં બિરાજી પ્રાણીમાત્રનો ઉદ્ધાર કરવામાં સમર્થ વાણીના ધોધને પ્રભુ વહાવે છે. દેવતાઓ વાંસળીઓના સ્વરમાં એને ઝીલે છે. ભગવંતના અતિશયના પ્રભાવેદેવ-દેવીઓ નર-નારીઓ સૌ પોતપોતાની ભાષામાં ભગવાનની હૃદયંગમવાણીને ઉમંગથી સાંભળી –સમજી રહ્યા છે. ભગવાનના સમવસરણમાં જાતિ વૈરવાળા પ્રાણીઓને પણ પરસ્પર વૈર કે વિરોધ નથી. ભગવાનનો ઉપદેશ સાંભળી દીક્ષિત થયેલા શુભ-દત્ત આદિ ૧૦મહામુનિઓને ભગવાને ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા. અશ્વસેન રાજા,વામાદેવી, પ્રભાવતી આદિએ પણ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ૧૦ ગણધરો, ૧૬,૦૦૦ સાધુઓ, ૩૮,૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy