SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૫૧ તેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ થયા. આમ તો સંસારમાં અનંતાભવ થઈ ગયા. પરંતુ સમકિત પામે ત્યારથી ભવની ગણત્રી થાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ મરુભૂતિના ભવમાં સમકિત પામ્યા, ત્યાર પછી દશમા ભવે મોક્ષપદ પ્રાપ્ત કર્યુ. ૧૦મો ભવ ભગવાન શ્રી પાર્શ્વનાથ ૨૨માં તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિના નિર્વાણથી ૮૩૯૦૦ વર્ષ વીત્યા પછી સુવર્ણબાહુનો જીવ વારાણસી નગરીના મહારાજા અશ્વસેનની સર્વગુણસંપન્ન અગ્ર મહિષી વામાદેવીની કુક્ષિએ ચૌદ સ્વપ્નથી સૂચિત પુત્ર પણે ઉત્પન્ન થયો. ચૌદ સ્વપ્ન જોનારી આ માતા તીર્થંકરને જન્મ આપશે એવી સ્વપ્નપાઠકોની ભવિષ્યવાણી સાંભળી રાજા-રાણી ખૂબ હર્ષ પામ્યા. સ્વપ્નલક્ષણ પાઠકોને ઘણું પ્રીતિદાન આપી રાજી કર્યા. ગર્ભમાં આવેલા પ્રભુના પ્રભાવે વિશ્વમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. દિશાઓ પ્રસન્ન થઈ ગઈ. ગર્ભનો સમય પૂર્ણ થતાં પોષ વદ-૧૦ (ગુજરાતી માગસર વદ-૧૦) ની મધ્યરાત્રિએ વિશાખા-નક્ષત્રની સાથે ચન્દ્રનો યોગ થયો તે વખતે પીડારહિત એવા વામામાતાએ પીડારહિત એવા શ્રી પાર્શ્વનાથ સ્વામીને જન્મ આપ્યો. ૫૬ દિકુમારિકાઓના આસનચલાયમાન થયા. તેઓ અવધિજ્ઞાનથી ભગવંતનો જન્મ જાણી તરતજ વામામાતા પાસે આવી સૌએ પોતપોતાના કર્તવ્યો બજાવ્યા. આ રીતે સૂતિકર્મની સમાપ્તિ થયા બાદ, સૌધર્મેન્દ્રનું આસનચલાયમાન થયું. અવધિજ્ઞાનથી તેવીસમા પ્રભુનો જન્મ જાણી હર્ષ વિભોર બનેલા ઈન્દ્ર મહારાજા સિંહાસન ઉપરથી નીચે ઉતર્યાઅને જેદિશામાં પાર્શ્વનાથ પ્રભુ હતા તે તરફ ૭/૮ ડગલા આગળજઈશક્રસ્તવથી પરમાત્માની સ્તુતિ કરી. ત્યાર બાદ ઈન્દ્રની આજ્ઞાથી સઘળાય દેવ-દેવીઓને ભગવાનના પાવન જન્મની જાણ કરવા માટે હરિêગમેષીદેવે સુઘોષાઘંટા વગાડી. તેથી સઘળાય દેવ-દેવીઓ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા તૈયાર થયા. સૌધર્મેન્દ્ર સપરિવાર પાલક નામના વિમાનમાં આરૂઢ થઈ મધ્યલોકના અસંખ્ય દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કરતા વારાણસી નગરીમાં ભગવંતની પાસે જઈને જિનેશ્વરદેવ તથા જિનેશ્વરદેવની માતાને પ્રદક્ષિણા આપીને પ્રભુની સન્મુખ ઉપસ્થિત થયા. સૌધર્મેન્દ્રની સાથે ચાર લોકપાલ, ત્રણ પર્ષદા, ૮૪ હજાર સામાનિક દેવો, ૩,૩૬,૦૦૦ અંગરક્ષક દેવો તેમજ બીજા અસંખ્ય દેવ-દેવીઓનો પરિવાર હતો. સવિજીવકરૂં શાસનરસીની પ્રબળ ભાવનાના કારણે શ્રી તીર્થંકર નામકર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy