________________
૨૪૦
શ્રી સમેતશિખરજી મહાતીર્થ
(૧ર) બારમી શ્રી ચંદ્રપ્રભસ્વામીની ટે
આ
બારમી ટકઃ આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની ટૂક આવે છે જે શ્રી લલિતઘટ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામી શ્રી સમેતશિખરજીની આ ટૂકઉપર એકહજારમુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં શ્રાવણ વદ-૭ના દિવસે બપોર પહેલા મોક્ષે ગયા. તથા પુંડરિક નગરના રાજા લલિતદત્તે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો સાતમો ઉદ્ધાર કરાવ્યો. આ ટૂંક ઉપર શ્રી ચંદ્રપ્રભસ્વામીનો નવો ચૌમુખ જિનપ્રાસાદ કરાવ્યો. આ ટૂક ઉપર ૮૪ અબજ, કરકરોડ, ૮૦ લાખ, ૪ હજાર અને પપપ મુનિવરો મોક્ષે ગયા છે.
આ ટૂંક ઊંચી ટેકરી પર આવેલી છે. તેનો ચઢાવ ઘણો કઠિન છે. જળમંદિરથી ૨ માઈલ દૂર છે. અહીં એક મોટી ગુફા છે. ગિરિરાજ પરની બધી ગુફાઓમાં શ્રેષ્ઠ છે, અને ધ્યાન ધરવા માટે ઘણી અનુકૂળ છે. હાલમાં અહીં શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
. (૧૩) તેરમી શ્રી ષભદેવ ભગવાનની ટ્રક
તેરમી ટ્રફ: પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની ટૂક આવે છે. શ્રી ઋષભદેવ ભગવાનદશ હજાર મુનિવરો સાથે ૬ દિવસનું અનશન કરી શ્રી અષ્ટાપદ પર્વત ઉપર પોષ વદ-૧૩ના દિવસે પૂર્વા કાળમાં મોક્ષે ગયા હતા. આ ટૂક સંવત ૧૯૪૯માં રાય ઘનપતસિંહ બહાદુરે યાત્રિકોના દર્શનાર્થે બનાવી હતી. પ.પૂ. આચાર્ય ધર્મઘોષસૂરિ લખે છે કે ભગવાન ઋષભદેવ તથા તેમના મુનિવરો શ્રી સમેતશિખરજી મહાતીર્થ ઉપર વિચર્યા હતા. હાલમાં અહીં શ્રી ઋષભદેવ ભગવાનની ચરણપાદુકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org