________________
૨૪૧
ભારતના મુખ્ય જૈન તીર્થો
(૧૪) ચૌદમી શ્રી અનંતનાથ ભગવાનની ટક
ચૌદમી ટ્રક ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી સ્વયંભૂગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર સાત હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર સુદ-૫ની રાત્રે મધરાત પહેલા મોલે ગયા. તથા કૌશામ્બી નગરીના રાજા બાલસેને વિદ્યાચરણમુનિના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો બારમો ઉદ્ધાર કરાવ્યો. અને આ ટૂક ઉપર શ્રી અનંતનાથ ભગવાનનો નવો ચૌટુન જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯૬ કોડાકોડી, ૧૭ કરોડ, ૧૭ લાખ, ૧૭ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં શ્રી અનંતનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
રી
છે
જા
કાકા
(૧૫) પંદરમી - શ્રી શીતલનાથ ભગવાનની ટક
કાકા
વિક
I
પંદરમી ટકઃ દસમા તીર્થકર શ્રી શીતલનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી વિદ્યુગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં દસમા તીર્થકર શ્રી શીતલનાથ ભગવાન શ્રી સમ્મતશિખરજીની આ ટ્રક ઉપર એક હજાર મુનિવરો સાથે. એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં રહી ચૈત્ર વદ-૫ના દિવસે બપોર પહેલાં મોક્ષે ગયા. ત્યારબાદ માળવાના ભદ્રિલપુરનગરના રાજા મેઘરથે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો નવમો ઉદ્ધાર કરાવ્યો. આ ટૂંક ઉપર ૧૮ કોકાકોડી, ૪ કરોડ, ૩ર લાખ, ૪૨ હજાર અને ૯૭પ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકનો ચઢાવ કઠિન છે. હાલમાં અહીં શ્રી શીતલનાથ ભગવાનની ચરણપાદુકા છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org