________________
૨૩૮
શ્રી સમેતશિખરજી મહાતીર્થ
(૮) ઓઠમી શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ટક
જા
આઠમી ટકઃ અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી સંકુલગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર ૧૦૦૦ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં અષાડવદ-૩ના દિવસે બપોર પહેલાં મોક્ષે ગયા. ત્યારબાદ માળવાના બાલનગરના રાજા આનંદસેને આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો દશમો ઉદ્ધાર કરાવ્યો, અને આટૂક ઉપર શ્રી શ્રેયાંસનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯૬ કોડાકોડી, ૯૬ કરોડ, ૯૨ લાખ, ૯૦ હજાર અને ૪૨ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં શ્રી શ્રેયાંસનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
. (૯) નવમી શ્રી સુવિધિનાથ ભગવાનની ટક
કરી
નવમી ટ્રક નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી સુપ્રભગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે સાથે એક મહિનાના ઉપવાસ કરી પદ્માસને કાઉસગ્ગ મુદ્રામાં ભાદરવા સુદ-૯ના દિવસે બપોર પછી મોક્ષે ગયા. તથા શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો આઠમો ઉદ્ધાર કરાવ્યો અને આટૂંક ઉપર શ્રી સુવિધિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કરોડ, લાખ, ૭ હજાર અને ૭૮૦મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીંદેરીમાં શ્રી સુવિધિનાથ ભગવાનની શ્વેત ચરણપાદુકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org