________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો પૃથ્વીનાથે ભરતને પાસે બોલાવ્યો અને પોતાના વરદ્ હસ્તે મસ્તક પરનો મુગટ ભરતને પહેરાવી દીધો. ભરત પિતાજીને પ્રણમી રહ્યો.
પ્રજાએ બેસતા રાજાને સ્વીકારી લીધા :
ભરતદેવની જય હો'
ૠષભદેવે પોતાના જ પરિવાર દ્વારા કર્મભૂમિને યોગ્ય સુવ્યવસ્થિત રાજ્યશાસન પ્રવર્તાવ્યું. વળી તેમણે વિચાર કર્યો કર્મભૂમિનાં માનવીને જેમ સુખભોગનાં સાધન અને જીવન નિર્વાહનું શિક્ષણ મળ્યું, તેમ ત્યાગમાર્ગનું શિક્ષણ મળવું પણ જરૂરી છે, જેથી તેમનું માનવ જીવન ઉન્નત બને. અને તેની સાથે તેમણે વિચાર કર્યો કે એ ત્યાગ માર્ગ પ્રગટ કરવા માટે મારે જ એ માર્ગે પ્રયાણ કરવું જરૂરી
છે.
ત્યાં તો નેપથ્યમાંથી જાણે વાણી વહેતી હોય તેવા મધુર સ્વરો સંભળાયાઃ 'ભગવાનનો જય હો! ભગવાન જગતનું કલ્યાણ કરો અને લોકાંતિક દેવોએ પુષ્પવૃષ્ટિથી પ્રભુને વધાવી લીધા. અનેક રત્નો તથા સુવર્ણ રાશિના ઢગલા કર્યા.
પૃથ્વીનાથે એક વર્ષ સુધી દૂર દૂરથી આવતા માનવગણને દાન દ્વારા સંતુષ્ટ કર્યા. પ્રભુના વરદ હસ્તે પ્રાપ્ત થતાં પદાર્થથી સૌ પુલકિત થતાં તેમ જ તેમનું મન પવિત્ર બની જતું, મળેલી વસ્તુથી તેઓ ધન્ય થઈ જતાં. ઘણા તો માંગવાનું ભૂલી જતાં. પૂરા પ્રદેશમાં અવનવી વાત જાહેર થઈ કે પૃથ્વીનાથ સંસારનો ત્યાગ કરે છે, કયારેય આવું બનેલું કોઈએ જોયું ન હતું. સૌને માટે આશ્ચર્ય હતું.
આ પ્રસંગથી માતા મરુદેવા વ્યાકુળ થઈ ઊઠયા, પ્યારો પુત્ર મને ત્યજીને ચાલ્યો જશે. ન હોય ! પૃથ્વીનાથ કહે, 'માતાજી, મારા માટે હવે એ જ માર્ગ અનિવાર્ય છે. પિતાને જતાં તમે કયાં રોકી શકયા હતા ? હું સ્વૈચ્છિક રીતે ત્યાગ કરું છું. મને પણ ન રોકો.
ત્યાં તો સુમંગલા આવી પહોંચ્યા :
નાથ ! હું તો તમારી સાથે જન્મી અને મૃત્યુ પણ તમારી સાથે જ હોય. માટે જ્યાં તમે ત્યાં મારું સ્થાન હોવું અનિવાર્ય છે.
પૃથ્વીનાથે સુમંગલાને સમજાવી, દેવી ! હવે મને તમે અટકાવો નહિ. વળી કાળ સામે આપણે પ્રાણપ્રિય સુનંદાને રોકી ન શકયા. કોઈને પણ રોકી નહિ શકીએ. માટે જ હું અનંતની યાત્રાએ જવા માંગું છું. જ્યાં આવા જન્મ મરણના બંધન, દુઃખ સંતાપ કે શોક ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org