________________
૨૩૦
શ્રી સમેતશિખરજી મહાતીર્થ અહીંની અર્જન જનતા પ્રભુજીને રોજ સંભારે છે. ભકિતથી નમે છે અને ચરણ ભેટે
શ્રી સમેતશિખરજી મહાતીર્થની તળેટી મધુવન જવા માટે રેલવે સ્ટેશન (૧) ગીરડી (૨) ધનબાદ (૩) પારસનાથ ઉતરીને ટેકસીમાં જઈ શકાય છે. ગીરડીથી મધુવન ૧૮ માઈલ છે. પારસનાથથી મધુવન ૧૪ માઈલ છે. પ્લેઈન દ્વારા પટણા એરપોર્ટ ઉતરી ટેક્ષી કરી પાવાપુરી, નાલંદા, કુંડલપુર, રાજગૃહી, ગયા, ગુણીયાજી, ગીરડી, જુવાલીકા થઈ મધુવન-સમેતશિખરજી જઈ શકાય છે.
ગિરિરાજ ઉપર જવાનાં બે રસ્તાઓ છે. (૧) પારસનાથ (ઇસરી) (૨) મધુવન-ઉપર ચડવા માટે મધુવનનું સ્થળ વધારે પસંદ કરવા યોગ્ય છે.
શિખરજીની યાત્રા માટે ગરમ ઋતુ કરતાં ઠંડકવાળી ઋતુ વધુ પસંદ કરવા જેવી છે. કારતક સુદ પૂનમથી ફાગણ સુદ પૂનમ સુધી તીર્થયાત્રા સુખરૂપ થાય છે.
પૂજ્ય મુનિવરોએ સમેતશિખર તીર્થમાળા, જૈન તીર્થમાળા, પૂર્વદેશ તીર્થમાળા આદિ અનેક સાહિત્યનું સર્જન કર્યું છે. જે આજે પણ ગઈ સદીઓની યાદ આપે છે. સંવત ૧૬૭૦થી ૧૭૬૩ દરમિયાન શ્રી જયકિર્તીજીએ સમેતશિખર ઉપર રાસ બનાવ્યો છે. તથા પૂજ્ય શ્રી સૌભાગ્યવિજયજી, ૫. જયવિજયસાગરજી, હંસસોમવિજયગણિવર્ય, વિજયસાગરજી આદિ મુનિવરોએ તીર્થમાળાઓ રચી છે. જેમાં પણ આ તીર્થનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે.
તીર્થયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org