________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૨૯
(૧) જલમંદિર. (૨) તરણ-તારણ એવા ૨૦ તીર્થકર ભગવંતો જ્યાં મુકિતપદને પામ્યા છે એવા
૨૦ તીર્થકરોની ૨૦ દેવકુલિકાઓ. શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાનની ચાર દેવકુલિકાઓ. શાશ્વતા જિનેશ્વરો શ્રી ઋષભાનન, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષેણ, શ્રી
વર્ધમાનની ચાર દેવકુલિકાઓ. (૫) શ્રી ગૌતમસ્વામીની દેવકુલિકા.
જલમંદિર પાયામાંથી નવું બનાવ્યું. જલમંદિર જિનપ્રાસાદનું શિલાસ્થાપન સંવત ૨૦૧૫ના ફાગણ સુદ-૨ને બુધવારના રોજ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના શુભ હસ્તે કરાવવામાં આવ્યું. જલમંદિરમાં તીર્થપતિઓના કલામય કારીગરી વડે વિસ ગોખલા કંડારવામાં આવ્યા. ચારે બાજુ ઝરણાનું જલ વહી રહ્યું છે એવું આ જલમંદિર જાણે સ્વર્ગલોકનું એક રૂપકડું દેવવિમાન પહાડ પર ઉતર્યું હોય એવું સ્વર્ગીય મંદિર બન્યું. જેના દર્શન કરવા એ જાણે જીવનનો અમર લ્હાવો બની જાય, એના દર્શન જાણે અંતરમાં જડાઈ જાય એવું ભવ્ય બની ગયું. મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની ૪૫ ઇંચના ભવ્ય પ્રતિમાજી છે. - આ પ્રતિષ્ઠા સમયે શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર શ્રી શુભસ્વામી ગણઘરની નવી ટૂક બની.
બિહાના હજારીબાગ જિલ્લામાં આવેલ આ ગિરિરાજ અનેક નામોથી ઓળ ખાય છે. (૧) સમેતશૈલ (૨) સમ્મતાચલ (૩) સમેતગિરી (૪) સમેતશિખરિનું (૫) સમ્મદશૈલ () સમેદાચલ (૭) સમ્મદગિરી (૮) સમેદશિખરિ (૯) સમિદગિરિ (૧૦) સમાધિગિરિ (૧૧) સમેતશિખર (૧૨) શિખરજી છેલ્લે ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં મોક્ષે ગયા હતા. જેથી પારસનાથ પહાડ' તરીકે ઓળખાય છે.
આ પ્રદેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની માનતા બહુજબરી છે. અહીંની પ્રજા શ્રી પાર્શ્વનાથજીને વિવિધ નામે પૂજે છે અને શ્રદ્ધાથી નમે છે.
પારસનાથમણિ મહાદેવ, પારસમણિ મહાદેવ, પારસનાથ મહાદેવ, પારસનાથબાબા, ભયહર પાર્શ્વનાથ, કાળીયાબાબા આદિ અનેક ઉપનામોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org