________________
૨૨૮
શ્રી સમેતશિખરજી મહાતીર્થ માઈલનો વિહાર કરી ચૈત્ર સુદ-૧૪ના રોજ મધુવનમાં પધાર્યા અને ત્યાંના ભવ્ય જિનાલયોના દર્શન કરીને કૃતાર્થ થયા. જેની ચિરકાલથી પિપાસા હતી તે વસ્તુ હવે સન્મુખ આવી ગઈ હતી, નજર સામે ખડી હતી. એટલે હૈયામાં હર્ષની હેલી આવે એમાં આશ્ચર્ય શું?
ચૈત્ર સુદ પૂનમ (પૂર્ણિમા) નો પ્રાતઃકાળ થતાં ગિરિરાજ પર આરોહણ શરૂ કર્યું. આનંદ અને ઉલ્લાસનો કોઈ પાર નહોતો.
જે આત્મા મનુષ્ય જન્મ પામે તેને ધન્ય છે. જે આત્મા જૈન ધર્મ પામે તેને ધન્ય છે. જે આત્મા આ ગિરિરાજની યાત્રા પામે તેને પણ ધન્ય છે. આ ગિરિરાજ પર રહેનારા પશુ-પક્ષીઓને પણ ધન્ય માનીએ છીએ, કારણ કે તેઓ પણ આ પુણ્યભૂમિના પ્રભાવથી અવશ્ય સદ્ગતિ પામવાનાં.”
પૂજ્ય રંજનશ્રીજી મહારાજ તથા તેમની સાથેના સાધ્વીસમુદાયને આતીર્થની યાત્રાથી અનહદ આનંદ થયો. પણ એ જ વખતે અહીંના સ્તુપો. અહીંની દેરીઓ તથા જલમંદિરની તૂટેલી -ફૂટેલી તથા જીર્ણ અવસ્થા જોઈને હૈયું હચમચી ગયું. આવા મહાતીર્થની આ દશા? ભાવિકો કેટકેટલે દૂરથી આ મહાતીર્થની યાત્રા કરવા આવે છે તેમને આ દશ્ય જોઈને કેવું દુઃખ થતું હશે? જરૂર નિરાશા થાય અને આંખોમાંથી આંસુ પણ આવી જાય. જ્યાં વીસ વીસ તીર્થકરો નિર્વાણ પામ્યા છે, જ્યાં અનંતા આત્માઓએ સિદ્ધગતિની પ્રાપ્તિ કરેલી છે, તે સ્થાન તો ભવ્ય હોવું જોઈએ. તેની રોનક તો અનેરી હોવી જોઈએ. મનમાં જીર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો. સંવત ૨૦૧૦માં કલકત્તામાં ચાતુર્માસ કર્યું.
શ્રી સમેતશિખર જૈનતીર્થ જીર્ણોદ્ધાર પ્રચારક સમિતિની રચના કરી. પ્રથમ દાન રૂ. ૫૧,૦૦૦ અમદાવાદવાળા શેઠ શ્રી રાજેન્દ્રકુમાર માણેકલાલ તથા તેમના માતૃશ્રી સૌભાગ્યલક્ષ્મીબોને આપ્યું.
આ રીતે જીર્ણોદ્ધારના કાર્યનો પ્રારંભ સંવત ૨૦૧૨માં થયો, અને સંવત ૨૦૧૭માં કાર્ય સંપૂર્ણ થયું.
સંવત ૨૦૧૭ના મહા વદ -૭ તા. ૮-૨-૬૧ના રોજ પ.પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી માણેકયસાગરસૂરીશ્વરજી મહારાજના હસ્તે જલમંદિર તથા નીચે મુજબ ૨૯દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ. આ જીર્ણોદ્ધારમાં ૧૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org