________________
ભારતના મુખ્ય જૈન તીર્થો ઉકેલી જે તેઓની જૈન ઇતિહાસમાં સદા યાદ રહે તેવી અમર ધર્મભકિત છે. શ્રી સમેતશિખરજીના ૨૧માં ઉદ્ધારનું શુભ કાર્ય પતાવી જગતશેઠ ખુશાલચંદ સંવત ૧૮૪૦માં મૃત્યુ પામ્યા.
શ્રી રાયઘનપતસિંહ બહાદુરે તથા જે. જૈન સંઘે શ્રીસમેતશિખરજી મહાતીર્થ ઉપર (૧) શ્રી ઋષભદેવ ભગવાન (૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન (૩) શ્રી નેમિનાથ ભગવાન (૪) શ્રી મહાવીર સ્વામી ભગવાન ચાર તીર્થકરોની તથા (1) શ્રી ઋષભાનન (૨) શ્રી ચન્દ્રાનન (૩) શ્રી વારિપેણ (૪) શ્રી વર્ધમાન ચાર શાશ્વતા તીર્થકરોની ચરણ પાદુકાઓની નવી દેરીઓ બનાવી તથા સંવત ૧૯૨૫ થી ૧૯૪૯ માં પ્રતિષ્ઠા કરાવી. તથા મધુવનમાં બીજા જિનાલયો વધારી તેમાં પણ જિન પ્રતિમાઓ તથા ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી. એકંદરે મધુવનમાં જે. જૈન કોઠીના કિલ્લામાં (૧, ૨, ૩) શ્રી પદ્મનાથ ભગવાન (૪) વીસ તીર્થકરોની પાદુકા (૫) શ્રી સુભગણધરની પ્રતિમા (૬) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી સંભવનાથ ભગવાન (૭) મુખ્ય મંદિરમાં શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાન (2) શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી ચૌમુખ પાર્શ્વનાથ ભ. (૯) શ્રી ચંદ્રપ્રભ ભગવાન (૧૦) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન અને બહારના ભાગમાં (૧૧) શ્રી સુધર્માસ્વામી ગણધર તથા (૧૨) શ્રી ભોમિયાજીનું મંદિર આમ કેટલાંક મંદિરોનો જીર્ણોદ્ધાર થયો અને કેટલાંક નવા બન્યા. આમ ૧૨ મંદિરો મધુવનમાં બન્યા હતા.
( શ્રી સમેતશિખરજી મહાતીર્થનો બાવીસમો ઉદ્ધાર )
:
-
આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પોતાના પરિવાર સાથે સંવત ૧૯૮૦-૮૧ માં શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રાએ પધાર્યા હતા. તેમની ભાવના હતી કે (૧) શ્રી સમેતશિખરજી મહાતીર્થનો મોટો જીર્ણોદ્ધાર કરાવવો. (૨) બનારસ શહેરથી શિખરજી સુધીના વિહારના ગામોમાં સ્થાને સ્થાને જૈનોને
વસાવવા કે જેથી સાધુ સાધ્વીઓને ત્યાંના વિહારની સરળતા રહે.
તેમની પહેલી ભાવના તેમના સમુદાયના સાધ્વીજી શ્રી રંજનશ્રીજીએ પૂરી કરી. તેમના સમુદાયના સાધ્વીજી શ્રી રંજનશ્રીજી સંવત ૨૦૦૯માં મુંબઈથી ૧૪૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org