SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૨૫ મહાવિદેહના કનકાવતી નગરીના રાજા કનકરથે આ તીર્થનો અગ્યારમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૨) ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાન મોક્ષે ગયા પછી કૌશામ્બી નગરીના રાજા બાલસેને વિદ્યાચરણ મુનિના ઉપદેશથી આ તીર્થનો બારમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૩) પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાન મોક્ષે ગયા પછી પંજાબના શ્રીપુર નગરના ભવદત્તે માસોપવાસી આચાર્ય ધર્મઘોષસૂરીના ઉપદેશથી આ તીર્થનો તેરમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૪) સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન મોક્ષે ગયા પછી મિત્રપુર નગરના રાજા સુદર્શને શ્રી ચક્રાયુદ્ધ ગણધરના ઉપદેશથી આ તીર્થનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો હતો. ' (૧પ) સત્તરમા તીર્થકર શ્રી સુણનાથ ભગવાન મોક્ષે ગયા પછી વત્સ દેશના શાલિભદ્ર નગરના રાજા દેવધરે આ તીર્થનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૬) અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાન મોક્ષે ગયા પછી ભદ્રપુર નગરના રાજા આનંદસેને આ તીર્થનો સોળમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧) ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ ભગવાન મોક્ષે ગયા પછી કલિંગ દેશના શ્રીપુરનગરના રાજા અમરદેવે એક મુનિવરના ઉપદેશથી આ તીર્થનો સત્તરમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૮) વીસમા તીર્થકર શ્રી મુનિસુવતરવામી મોક્ષે ગયા પછી રત્નપુરી નગરીના રાજા સોમદેવે આ તીર્થનો અઢારમો ઉદ્ધાર કરાવ્યો હતો. (૧૯) એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન મોક્ષે ગયા પછી શ્રીપુર નગરના રાજા મેઘદત્તે આ તીર્થનો ઓગણીસમો ઉદ્ધાર કરાવ્યો હતો. • (૨૦) ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા પછી “ આનંદદેશના ગંધપુર નગરના રાજા પ્રભસેને વિશ સ્થાનક તપ કરી આચાર્યદેવ શ્રી દિનકરસૂરિના ઉપદેશથી આ તીર્થનો વસમો ઉદ્ધાર કરાવ્યો હતો. ( શ્રી સમેતશિખર મહાતીર્થનો એકવીસમો ઉદ્ધાર ) મુર્શિદાબાદના જગતશેઠ મહેતાબરાયને (૧) ખુશાલચંદ (૨) ગુલાબચંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy