________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૨૩ અમને આ માગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નક્કી થયું છે કે આ સ્થાનો જે. જૈનોનાં છે. હું આ સૌ સ્થાનો શ્વેતાંબર આચાર્ય હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે તેઓ એ પવિત્ર સ્થળોમાં શાંતિથી ઉપાસના કરે. આ સ્થાનો સ્પે. સમાજનાં છે. તેઓની માલિકીવાળા છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતામ્બર સંઘ માટે અમર રહે. આ ફરમાનના અમલમાં કોઈએ દખલ કરવી નહીં.
આ ફરમાનની મૂળ નકલ અમદાવાદમાં શ્વેતામ્બર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી' પાસે છે.
શ્રી સમેતશિખરજી તીર્થ શ્રી શંકરાચાર્યજીના ધર્મશાસનકાળ હિંદુરાજાના રાજ્યકાળમાં જૈનો પાસેથી ઝૂંટવી લેવાય છે. નષ્ટભ્રષ્ટ કરાય છે. જ્યારે ઈસ્લામ ધર્મશાસનકાળમાં જૈનોને પાછું અપાય છે. સુરક્ષિત બનાવાય છે.”
(૨) દિલ્હીના ૧૮મા બાદશાહ અહમદશાહે પણ મુર્શિદાબાદના શેઠ મહેતાબરાયને વિ. સંવત ૧૮૦પ જેઠ મહિનામાં જગતશેઠ''નું પદ આપ્યું હતું અને વિ.સં. ૧૮૦૯માં મધુવન કોઠી, જયપારનાળુ, પ્રાચીનનાળુ, જલદત્ત કુંડ, પારસનાથ તળેટીવચ્ચે ૩૦૧ વિઘા જમીન પારસનાથ પહાડ'' ભેટ આપ્યો હતો.
(૩) બાદશાહ અબુ અલીખાન બહાદુરે બીજા આલમ શાહે વિ. સં. ૧૮૧૨ માં પાલગંજ પારસનાથ પહાડ' ને કરમુકત જાહેર કર્યો હતો. એટલે ત્યાં વેઠ, વેરો, લાગત, જકાત, મુંડકા વેરો, રખોપો વિગેરે માફ કર્યા હતા.
(૪) સને ૧૯૦૫ થી ૧૯૧૦ સુધીના સમયમાં પાલગંજના રાજાને ધનની તંગી પડી. તેને વિચાર આવ્યો કે પારસનાથનો પહાડ” ગિરવે પટ્ટે કે વેચાણથી આપી દઉ તો મને ઘન મળે. આ પહાડ જૈનો લેશે અને મને પણ ઇચ્છા મુજબ ધન મળશે. ત્યારે શ્વેતામ્બર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદમાં હતી. અને તેના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ હતા. તેઓશ્રીએ પાલગંજના રાજાને રૂપીઆ બે લાખ બેંતાલીશ હજાર આપી પારસનાથનો પહાડ (શ્રી સમેતશિખરજીનો પહાડ) સંવત ઃ ૧૯૭૪ તા. ૯-૩-૧૯૧૮ ના રોજ વેચાણ લઈ લીધો.
સમેતશિખરજીની તળેટી અસલ પાલગંજ હતી. પાલગંજથી મધુવન ૧૪ • માઈલ થાય છે. આ પછી તળાટી મધુવન બની લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org