________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો નાંખવામાં આવતું તે તો પેલો રાક્ષસ સ્વયં જ આરોગી જતો. લોકોમાં ખૂબ જ વિમાસણ ઊભી થઈ. અને એ રાક્ષસને જોવા ઘણા લોકો ભેગા થયા. કોઈએ તેની પૂજા આદરની વિધિનો પ્રસ્તાવ આપ્યો અને લોકો અગ્નિની દૂરથી પૂજા કરવા લાગ્યા. ખોરાક પાછો મળે તેમ વિનવવા લાગ્યા.
એવા સમયે ઋષભદેવ હાથી પર ત્યાં આવ્યા. તેમણે જોયું કે અજ્ઞાની લોકો આ પદાર્થનો ઉપયોગ કરવાને બદલે પૂજા કરે છે. તેથી તેમની સમસ્યા તો ઊભી જ રહે છે. અને તે જ વખતે તેમણે હાથી પરથી નીચે ઊતરી માટીનો પિંડ મંગાવ્યો, અને ગજરાજના કુંભસ્થળ ઉપર જ ઘાટ ઘડી સુંદર પાત્ર બનાવી દીધું. ત્યાંથી પ્રથમ પાત્રનો પ્રારંભ થયો. ઋષભદેવે સૌને પાત્રકળા શીખવી. વસ્ત્રની કળા શીખવી, અગ્નિનો સદ્ધપયોગ કરતા શીખવ્યો. સામાન્ય માનવીય જીવનમાં આવવું તે કાળે ઘણું કઠિન હતું. પરન્તુ જિજીવિષાએ સૌને તે શીઘ્રતાથી શીખવ્યું. વન્ય પશુઓ સામે રક્ષણ કરવા માટે શસ્ત્રો બનાવ્યાં. ગુફાઓમાં રહેવાનું ગોઠવાતું જતું હતું.
છતાં ઋષભદેવ માટે કર્મભૂમિના માનવીને માનવી બનાવવો એ ઘણું કપરું કાર્ય હતું. કારણ કે, કાળબળે ત્યારે વનમાં વિહરતો માનવ પશુભલી અને માનવભક્ષી બનતો જતો હતો. વક્રતા અને જડતા વધતી હતી. ઋષભદેવે માનવ સમાજને એકઠો કર્યો અને શિક્ષણ આપવા માંડયું. સુમંગલાએ અને સુનંદાએ પણ તેમાં પૂરો સાથ આપ્યો. માનવના જીવન નિભાવમાં પશુઓનો પણ સઉપયોગ કરવાનો એ સમય હતો.
' હવે તો યુગલિક ભૂમિકર્મભૂમિમાં પૂર્ણ રીતે પરિવર્તિત થઈ ગઈ હતી. સાથે સાથે કર્મભૂમિમાં પતિપત્નીના સંઘર્ષો, વસ્તુ મેળવવાનો સ્વાર્થ જેવાં પરિબળો અસ્તિત્વમાં આવ્યા જે યુગલિકજનોમાં ન હતા, એ સર્વનો ન્યાય રાજા ઋષભદેવ આપતા હતા.
સમયના પરિપાકે હવે તો ભરત-બાહુબલિ, બ્રાહ્મી અને સુંદરી ચારે યૌવન વયને પામ્યા હતા. પિતાની સેવામાં હાજર રહેતા. ઋષભદેવ રાજાએ ભરતને પુરુષ ધર્મની બોતેર કળા અને લઘુપુત્ર બાહુબલિ દ્વારા પ્રાણીશાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થાનું શિક્ષણ આપ્યું. બ્રાહ્મી દ્વારા લિપિઓનું સર્જન કર્યું અને સુંદરી દ્વારા ગણિતવિદ્યા તથા સ્ત્રીઓની રાંધણ કળા વગેરે ચોસઠ કળાને વિકસાવી.
નાભિકુળકર જીવન સંધ્યાએ પહોંચ્યા હતા. આખરે તેમણે ચિરવિદાય લીધી યુગલિક ધર્મવાળી સુનંદાએ પણ જોડલાને જન્મ આપી ગણતરીના દિવસોમાં સંસારયાત્રા પૂર્ણ કરી. એ કાળ માટે આવી ઘટનાઓનો વિસ્ફોટ માનવજીવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org