________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૦૫ મુદ્રામાં છે, ઉંચાઈ ૪૨૦ સે.મી. ની છે. પ્રતિમાજી ૧૧૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. આ પ્રાચીન મંદિર જીર્ણ અવસ્થામાં હતું. જેની દેખરેખ એક સંન્યાસી રાખતા હતા. પ્રતિમાજી અપૂજિત રહેતા હતા. પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ તથા ગણિવર્ય શ્રી અભયસાગરજી મહારાજની પ્રેરણાથી જૈન સંઘે યોગ્ય કાર્યવાહી કરી સંન્યાસી પાસેથી તીર્થને મેળવ્યું. સંવત. ૨૦૨૬ વૈશાખ વદ-૧૦ને શનિવારના રોજ અઠાર અભિષેકની વિધિ કરાવી પ્રભુજીને પૂજાપાત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. આજુબાજુમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં લગભગ ૧૩૫ સે.મી.ના શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાન છે.
સંઘે તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી સંવત. ૨૦૩૭ વૈશાખ સુદ-૬ના રોજ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવામાં આવી. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજીનો આકાર તથા પથ્થર પ્રાચીનતાનો પ્રબળ પૂરાવો છે. અત્યારે પણ ચમત્કારીક ઘટનાઓ અનેક બને છે. અહીના અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ છે. નાગદેવ કયારેક પ્રભુ પ્રતિમાજીને લપેટાઈને ભકતંજનોને દર્શન આપે છે.
કુદરતી સૌંદર્ય આ તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
પેઢી - શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી પો. ઉજ્જૈલ જિ. ઝાલાવાડ (રાજસ્થાન) સ્ટે. ચૌહલા
| શ્રી નાકોડા તીર્થ થી નાકોડા પાર્શ્વનાથ ભગવાન, નાકોડાજી
પહાડીઓની વચ્ચે શોભતું શ્રી નાકોડા તીર્થ - બાલોતરા રેલ્વે સ્ટેશનથી ૧૩ કિલોમીટર દૂર છે. જોધપૂરથી ૧૧૦ કિલોમીટર દૂર છે. રાણકપુરથી ૨૩૦ કિલોમીટર દૂર છે. જસોલ ગામથી ૩ કિલોમીટર દૂર છે. મેવા નગરથી ૧ કિલોમીટર દૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org