________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
ર૦૧.
શ્રી કેસરિયાજી તીર્થ (ઋષભદેવ) - ઉલેવા ગાય -
ચૌદમી સદીમાં બનેલ આ તીર્થ છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. મૂર્તિ અલૌકિક, ચમત્કારી અને ભકતોની ઈચ્છાઓ પૂરી કરનારી છે તેવી માન્યતા છે. અમદાવાદથી શ્રી કેસરિયાજી તીર્થ ૧૯૨ કિલો મીટર દૂર છે. કેશરિયાજીથી ઉદેપુર ૬૬ કિલોમીટર દૂર છે.
વીસમા તીર્થકર શ્રીમુનીસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં આ પ્રતિમાજી રાવણના મંદિરમાં હતા. રાવણ-મંદોદરી તેમની ભાવ-ભકિતથી પૂજા કરતા હતા. ત્યારબાદ આ પૃતિમાજી ઉર્જનમાં હતા. શ્રીપાળ અને મયણાસુંદરીએ પણ પ્રભુજીની પૂજા-ભકિતનો લાભ લીધો હતો. સમય જતાં આ પ્રતિમાજી ત્રઢપભદેવ ગામથી એક કિલો મીટર દૂર એક વૃક્ષ નીચેથી પ્રગટ થયા હતા.
- અહી દર વર્ષે ફાગણ વદ આઠમે મેળો ભરાય છે. વિરાટ વરઘોડો નીકળે છે. લોકો પાંચે આંગળીઓથી ભગવાનની કેશરથી પૂજા કરે છે. માન્યતા પૂરી કરવા પ્રભુજીને કેશર ભેટ ધરે છે. દરેક વર્ગના લોકો પ્રભુજીના દર્શન કરવા આવે છે. ભીલો તેમને કાલાબાબા'ના નામથી ઓળખે છે. - કેશરિયાજીનું આ મંદિર બાવન જિનાલય મંદિર છે. દૂર દૂરથી એના શિખરો દેખાય છે. મંદિર કલાત્મક છે. યાત્રા કરવા માટે આ પ્રાચીન તીર્થ છે.
વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
- શ્રી જેસલમેર તીર્થ
જેસલમેર શહેર પોકરણથી ૧૧૨ કિલોમીટર દૂર છે જ્યારે જોધપુરથી રેલ્વે માર્ગે ૨૮૭ કિલો મીટર દૂર છે. જેસલમેર ભારતના પશ્વિમ સીમાડે આવેલું એક અત્યંત ભવ્ય કલામંડિત જૈન તીર્થસ્થાન છે. થર રણના અંતમાં ભારતના વાયવ્ય ભાગમાં સરહદ પર આવેલું બેનમૂન સ્થાપત્ય અને શિલ્પકલા માટેનું એક મશહૂર શહેર છે. આ શહેરને ઈ.સ. ૧૧૫૬માં યાદવ રાજપૂત રાજા રાવલ જૈસલસિંગે બંધાવ્યું હતું. તેના નામ ઉપરથી તેનું નામ જેસલમેર પાડવામાં આવ્યું હતું. જોધપુર-જેસલમેરની મીટર ગેઈજ લાઈનનું આ છેલ્વે સ્ટેશન છે. જેસલમેર ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org