SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૯૯ સ્થૂલિભદ્રજી મળ્યા. કોશા ગણિકા હતી. પરંતુ તે સ્થૂલિભદ્રના ગુણોની પૂજારણ હતી. તે સ્થૂલિભદ્ર વિના ઝૂરતી હતી. સ્થૂલિભદ્રનું મન વિષયોથી ખરેખર વિરકત બન્યું છે કે કેમ તે જોવા માટે ગુરુએ તેમને કોશાને ત્યાંજ ચાતુર્માસ કરવા મોકલ્યા. કોશાએ સ્થૂલિભદ્રમુનિને ભોગાસનોથી ભરપૂર એવી પોતાની ચિત્રશાળામાં ઉતારો આપ્યો. પોતાનો પ્રિયતમ પાછો મળ્યો, તેને રીઝવવા અનેક પ્રયોગો-પ્રયત્નો કર્યા. પરન્તુ વિતરાગના આશ્રય રહેલો આ જીવસમજી ચૂકયો હતો કે સંકલ્પોમાંથી જેની ઉત્પત્તિ છે, તેવા કામને જીતવો હોય તો સંકલ્પો ઉપર વિજય મેળવવો જોઈએ. અને એ રીતે એક વખતની પ્રેયસીના સેંકડો પ્રયત્નો વિફળ કરી અંતે તેને પણ વિપયોથી દૂર કરી સાચા માર્ગે દોરી, મુનિ સ્થૂલિભદ્રજી ગુરૂના સાનિધ્યમાં પાછા ફર્યા. સ્થૂલિભદ્રને ભોગ ભોગવતાં આવડ્યું અને ત્યાગતા પણ આવડ્યું. પશ્ચિમ પ્રવેશદ્વારની આગળની પ્રથમ ચોકીની છતમાં સ્થૂલિભદ્રજી સહિત કોશાની ચિત્રશાળાનાં એ ચિત્રો કોતરવામાં આવ્યા છે. સમગ્ર મંદિરની રચના પાછળ દાનવીર ધરણાશાહના ભકિતપ્રફુલ્લ સાત્વિક હૃદય અને તેમાં કલાકુશળ દેપા શિલ્પીની બુધ્ધિ-ચાતુરી મળતાં સૌદર્યનું અપ્રતિમ વિરાટ શિલ્પ મૂર્તિમંત થયેલું જોઈ શકાય છે. ધરણવિહારની પ્રતિષ્ઠા થયા પછી માત્ર બેજ વર્ષના ટૂંકા ગાળામાં ધરણાશાહનું અવસાન થયું. પૂજ્ય આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા. પણ દિવંગત થયા. આવું મહાન કાર્ય આ બંને મહાન વિભૂતિઓના હાથે પૂરું થાય એટલીજ રાહ જાણે કાળદેવ જોઈને બેઠો ન હોય? એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે ધર્મના કાર્યો કરવામાં વિલંબ ના કરો. વૃદ્ધાવસ્થામાં ધર્મ કરીશું. એવો વિચાર ના કરશો. જ્યારે ધર્મનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે તરતજ અમલમાં મૂકો. (૨) ધરણવિહારની પાસે શ્રી નેમિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. મૂળનાયકની શ્યામવર્ણી મૂર્તિ ૨ ફૂટ ઉચી છે. મૂર્તિની ચારે બાજું પરિકર સાથે તોરણ છે, જેમાં નાની નાની ૨૩ પ્રતિમાજીઓ છે. એક ભોંયરું છે તેમાં કુલ – ૩૫ પ્રતિમાજીઓ છે. આ મંદિર ધરણાશાહના મુનિમ સોમલ પોરવાડે સંવતઃ ૧૪૪૪માં બનાવ્યું હતું. મંદિરની ચારે તરફ ક્રીડા કરતી પુરુષ અને સ્ત્રીઓની પુતળીઓ છે. યુગલિક પુરુષોની રહેણી કરણી બતાવવા માટે જ આ સ્થાપત્ય આલેખાયું લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy