________________
૧૯૮
શ્રી રાણકપુર તીર્થ (૬) શત્રુજ્ય - ગિરનારના કોતરેલાં પટો છે. (૭) એક વિશાલ અખંડ શિલા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથની આંટીઘૂંટી
વાળું શિલ્પ, નાગેન્દ્રની પીઠ ઉપર કાર્યોત્સર્ગ ધ્યાનરૂપે ઉભેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અને એજ નાગેન્દ્ર બીજા નાગ-નાગણિઓ સાથે આંટી લગાવી ગુંથેલું ૧૦૦૮ ફણાનું છત્ર પ્રભુ ઉપર ધારણ કરી રાખ્યું
છે તેવું શિલ્પ છે. (૮) થાંભલા અને છતમાં વૈવિધ્યભર્યું શિલ્પ લાવણ્ય તો આંખને આંજી દે તેવું
છે. એકજ મસ્તકમાં જોડાયેલી પાંચ પૂતળીઓ, કમલપત્રની બારીક કોતરણી, સભામંડપમાં કોરેલા ઝુમ્મરો વિગેરે શિલ્પ કલાના અજોડ
નમુનાઓ છે. (૯) મૂળનાયક સન્મુખ એકજ પથ્થરમાંથી આરપાર કરીને અદ્ધર ગોઠવેલાં બે
તોરણો આબુની શિલ્પકલાની યાદ અપાવે છે. (૧૦) આ મંદિરમાં ૮૪ ભોયરા હતા, પણ આજે માત્ર પાંચજ ખુલ્લા છે. આ
ભોંયરાઓમાં ભવ્ય અને મનોહર અનેક મૂર્તિઓ ભંડારેલી છે. (૧૧) મૂળનાયક ભગવાનના સભામંડપના બે થાંભલાઓમાંથી મૂળનાયક
પ્રતિમાનાં દર્શન પોતે હરસમયે કરી શકે એવી ગોઠવણી પૂર્વક ધરણાશાહ અને કલાવીર દેપાની ઉભી મૂર્તિઓ મૂકેલી છે. એક ખૂણાના દેરાસરમાં પાઘડી, ખેસ, વિગેરે વસ્ત્રાભૂષણોથી સજ્જ અને હાથમાં માળા રાખેલી ધરણાશાહની મૂર્તિ છે. ચોથા દરવાજાની છત ઉપર ધરણાશાહ અને તેમના
વડીલબંધુ રતનાશાહની હસ્તિઆરૂઢ મૂર્તિઓ છે. (૧૨) પશ્ચિમ પ્રવેશદ્વારમાં પ્રવેશીને આગળ વધતાં છતમાં વિશાલ વેલો છે. ખુબ
બારીક કોતરકામ છે. જે કલ્પવૃક્ષના પાંદડા તરીકે ઓળખાય છે. (૧૩) સ્તંભો ઉપરના બારીક કોતરકામવાળાં તોરણો, શ્રી ઋષભદેવ ભગવાનની
માતા મરૂદેવાને આવેલ ચૌદ શુભ સ્વપ્નો, સ્તંભો ઉપરની અપ્સરાઓ અને દેવતાઓના શિલ્પ કલાપ્રેમીઓને આકર્ષે છે. મુનિશ્રી યૂલિભદ્રજી પ્રધાનપુત્ર હતા. સુખિયા જીવ હતા. કોશા નામની અપૂર્વ રૂપ લાવણ્યવતી ગણિકાના રૂપ-ગુણોને આધીન બની ગયા હતા. કોશા સાથે કોશાના આવાસમાં ઘણા વર્ષો રહ્યા. પરંતુ પૂર્વના પુણ્યનો ઉદય થયો. અને સુખિયો જીવ આત્મબોધ પામ્યો. વિષયોના કીચડમાંથી નીકળીને આત્મકલ્યાણને માર્ગે વળ્યો અને જગતને કામવિજેતા મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org