________________
૧૮૮
શ્રી માતર તીર્થ ભગવાનની સુંદર મૂર્તિ છે. (૫) શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર :
શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરની પશ્ચિમ બાજાએ શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર આવે છે.
કુંભારિયાજીથી અંબાજી જવા માટે બસ, જીપ મળે છે. કુંભારિયાજીનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે. યાત્રિકો માટે ઉતરવા ધર્મશાળા, બ્લોક વિગરે છે. સુંદર નવી બાંધેલી ભોજનશાળા છે.
આપણે સૌ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા પેઢીના ટ્રસ્ટીઓને વિનંતી કરીએ કે જેવી રીતે શેઠશ્રી કસ્તુરભાઈલાલભાઈએ પરમપૂજ્ય મહાનપ્રભાવક શાસ્ત સમ્રાટ આચાર્યદેવ શ્રીમદ વિજય નેમિસૂરીશ્વરજીની સલાહ અને આજ્ઞા લઈ રૂપીયા૪૭ લાખના ખર્ચે સંવત. ૨૦૦૯માં રાણકપુરનો જીર્ણોદ્ધાર કરાવી તેને મૂળ સ્વરૂપે ધરણાશાહે બનાવ્યું હતું તેવું (સંવત. ૧૪૯૬ જેવું) જૈન શાસન સમક્ષ મૂકયું. તેવીજ રીતે શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શ્રી કુંભારિયાજીના પાંચ મંદિરોને વિમળશા મંત્રીએ ૧૧મી સદીમાં જેવા બનાવ્યાં હતાં તેવા બનાવી સંઘ સમક્ષ મૂકે,
જ્યાં જ્યાં દેરીઓ તૂટી ગઈ હોય ત્યાં નવી બનાવી, અને જે દેરીઓમાં પ્રતિમાજી ના હોય ત્યાં પ્રાચીન પ્રતિમાજીઓને આગ્રહ રાખી પ્રતિષ્ઠા કરાવે તેવી વિનંતી. કુંભારિયાજી રાણકપુર કરતાં પણ પ્રાચીન છે, રાણકપુરના મંદિરની ઉંચાઈ જોતાં કુંભારિયાજી આપણને યાદ આવે છે.
r
શ્રી માતર તીર્થ
અમદાવાદથી ખેડા અને ખેડાથી પ કિલોમીટર શ્રી માતર તીર્થ આવેલ છે. માતર ગામની વચ્ચે સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનનું બાવન જિનાલય મંદિર આવેલું છે. તીર્થપતિ સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાનની ૭૬ સે.મી.ની ચેતવર્ણ પદ્માસનસ્થ ચમત્કારી પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. આ મહિમાવંત પ્રતિમાજી ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં મહુધા ગામની પાસે આવેલ સહેજ ગામમાંથી નીકળ્યા હતા. જેના ઉપર સંવત. ૧૫૨૩ વૈશાખ સુદ - ૭ને રવિવારનો પ્રતિષ્ઠાનો લેખ છે. પ્રતિમાજીને પછી માતર લાવવામાં આવ્યા. તેમની પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org