________________
૧૭૮
શ્રી તારંગા તીર્થ
બારમી સદીની આ વાત છે. ગુજરાતના રાજા સિદ્ધરાજને બધી વાતે સુખ હતું. દુઃખ માત્ર એક જ હતું. તેને કોઈ સંતાન ન હતું નહોતો પુત્ર કે નહોતી પુત્રી.
કયારેક નવરાશની પળોમાં રાજાને આ દુઃખ ખૂબ સતાવતું હતું. રાજા પોતાનું દુઃખ પોતાની રાણીને કહેતો હતો. રાણી આશ્વાસન આપતી.
સ્વામિનાથ, જે વાત ભાગ્યને આધીન હોય તે અંગે શોક કરવાથી શું મળે? આપણા ઉપર દેવોની કૃપા નથી. આપણા હ્યદયને પુત્ર સુખનો આનંદ મળ વાનો નહી હોય. પૂર્વજન્મમાં આપણે પુણ્યકાર્ય નહી કર્યા હોય,એટલે આ જન્મમાં આપણે પુણ્યકર્મ કરીએ.
- ગુરુજનો પ્રત્યે અધિક ભકિતભાવ રાખીએ. - પરમાત્માની ખૂબ પૂજા કરીએ. - ઈચ્છિત ફળને આપનારી તીર્થયાત્રા કરીએ. આવી ધર્મસાધના કરવાથી ક્યારેક પુત્રનું સુખ મળી શકશે!
રાજાને રાણીની વાત ગમી. તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. રાજા હેમચંદ્રાચાર્ય પાસે ગયા ને ગુરુદેવને વિનંતી કરી કે મારી ઈચ્છા આપની સાથે તીર્થયાત્રા કરવાની છે. મારી આગ્રહભરી વિનંતી છે કે આપતીર્થયાત્રામાં મારી સાથે પધારો. ગુરુદેવે સંમતિ આપી.
શુભમુહૂતિતીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું. અનેકમુનિવરોની સાથે આચાર્યદવે પણ રાજાની સાથેજ પ્રયાણ કર્યું. સહુ પ્રથમ શત્રુજ્ય ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું.
જે ભવસાગરથી તારે એનું નામ તીર્થ.
જેદુઃખોના દરિયામાંથી પાર ઉતારે એનું નામ તીર્થ. એક સૌ તીર્થના રાજા એટલે શ્રી શેત્રુજ્ય!
રાજા-રાણી તથા પરિવારે મૂળનાયકશ્રી અષભદેવ ભગવાનની ભાવપૂર્વક પૂજા-ભકિત કરી. આચાર્યદેવે પણ નવી નવી સ્તુતિઓ તથા કાવ્યો બનાવી ભગવાનની ભકિત કરી. સૌએ પરમાત્મભકિતનો અપૂર્વ આનંદ અનુભવ્યો. તીર્થના નિભાવ ખર્ચ માટે બાર ગામ ભેટ આપ્યા તથા પાલીતાણા તળેટીમાં ગરીબ પ્રજા માટે સદાવ્રત શરૂ કર્યું.
શત્રુજ્ય ગિરિરાજની યાત્રા કરી સંઘ ગિરનાર તીર્થ પહોંચ્યો. ગિરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org