________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૭૧ નિર્વાણભૂમિ છે. શ્રી વિજાપુર તીર્થ પ.પૂ. આચાર્ય શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા.ની સત્રેરણાથી તૈયાર થયેલ અતિ મનમોહક તીર્થ છે. દેવવિમાન જેવા જિનાલયનો પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ ત્રણ લાખ જૈનોની હાજરીમાં સંવત ૨૦૩૭ વૈશાખ વદ-૭ શુક્રવાર તા. ૨૨-૫-૧૯૮૧ સવારના ૯ - ૩૧ વાગે ઉજવાયો. મૂળ નાયક શ્રીસ્કુલિંગ પાર્શ્વનાથ ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે, જ્યારે આજુબાજુની દેરીઓમાંમૂળનાયક શ્રી કેશરીયાજી ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. બાજુમાં શાસન અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી માતાજીનું મંદિર, યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. નું અંતિમ સ્થાન સમાધિ મંદિર આવેલું છે. તથા શાસન રક્ષક ઘંટાકર્ણ મહાવીર દેવનું મંદિર આવેલું છે.
ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
શ્રી આગલોડ તીર્થ
વિજાપુરથી ૧૪ કિલોમીટર દૂર છે. આ તીર્થમાં જૈન શાસન રક્ષકદેવ શ્રી માણિભદ્રવીરનું સ્થાનક છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે. ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે.
હિંમતનગર
પંદરમાં સૈકાનું આ ગામ છે. અહમદશાહ બાદશાહે આ શહેર વસાવેલું છે તેવી લોકવાયકા છે. ભૂતકાળમાં આ ગામમાં જૈનોની મોટી વસ્તી હતી. તથા ઘણાં દેરાસરો હતા.
શ્રી મહાવીરસ્વામી ભગવાનનું જિનાલયે પ્રાચીન અને દર્શનીય છે. મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૩૫ ઇચ ઉચી અલૌકિક, ભવ્ય, રમણીય પ્રાચીન પ્રતિમાજી છે. અમદાવાદ - પ્રાંતીજ હિંમતનગર થઈ ઇડર જતાં હાઈવે પર હિંમતનગરના છેડે આ જિનાલય આવેલ છે.
હિંમતનગર નિવાસી શેઠ શ્રી ફતેચંદ મોતીચંદે કેશરીયાજીનો છ'રી પાળતો સંઘ કાઢયો હતો, પાછા વળતાં ગાઢ જંગલો વચ્ચે આવેલ અભાપુર ગામે સંઘે પડાવ નાંખ્યો, ત્યાંના જીર્ણ થઈ ગયેલા પ્રાચીન દેરાસરમાંથી મૂળનાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org