________________
૧૭ર
શ્રી વકતાપુર તીર્થ દેવાધિદેવ ૫૧ ઈચના શ્રી આદીશ્વર ભગવાન તથા બીજા - ૪ પ્રતિમાજીઓ હિંમતનગર લાવવાની પ્રેરણા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. આપેલી, પછી પાંચે પ્રતિમાજીઓને હિંમતનગરમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનના જિનાલયમાં પધરાવ્યા. પાંચે પ્રતિમાજીઓ પ્રાચીન છે. ઈડર જતાં જરૂરથી દર્શનનો લાભ લેજો. “
શ્રી વક્તાપુર તીર્થ
હિંમતનગરથી ઈડર તરફ જતાં શ્રી વકતાપુર નૂતન તીર્થ આવે છે. દેરાસર, ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. યાત્રાનો લાભ લેવા વિનંતી.
ક
શ્રી ઇડર તીર્થ
હિંમતનગરથી ઈડર જવાય છે. પહાડ પર આવેલ આ તીર્થ ઘણું રમણીય લાગે છે. પહાડ ઉપર ચઢવાના ૬૦૦ પગથિયા છે., વચ્ચે રાજાનો મહેલ આવે છે. શ્રી સંપ્રતિ મહારાજાએ દેરાસર બનાવી મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. બાવન જિનાલય દેરાસર છે. મહારાજા કુમારપાળે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી, શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ગઢ ઇડરિયા ગઢ તરીકે પ્રચલિત છે. ઈડર ગામમાં દેરાસર, ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. લાકડાની વસ્તુઓ વખણાય છે.
કહેવાય છે કે શ્રીમદ્ રાજચંદ્ર તેમના પૂર્વ ભવમાં મુનિ વેશે ઈડરના પહાડોમાં વિચર્યા હતા. શ્રીમદ રાજચંદ્રના ભવમાં ઇડરની ટેકરીઓ ઉપર સાધના કરીને જ્ઞાનની પ્રપ્તિ કરી હતી. ઈડર પાસે ઘંટીઓ પહાડ છે. તેના પર મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું દેરાસર છે તથા શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર છે. જેની પ્રતિષ્ઠા સંવત. ૨૦૫૧ ફાગણ સુદ – ૨ શુક્રવાર તા. ૩-૩-૯૫ના રોજ થઈ છે. રહેવા, જમવાની સગવડ છે.
પેઢી - શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહારભવન ટ્રસ્ટ, ઘંટીઓ પહાડ, ઇડર - ૩૮૩૪૩૦ ટે. નં. (૦૨૭૭૮) ૫૧૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org