________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૬૩ ત્યારથી આ તીર્થ શ્રી અચાવબોધ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું.
એક સમડી પોતાના બચ્ચાને ખવડાવવા ભોજન શોધી રહી હતી, પારધીના તીરથી ઘવાઈ, મુનીભગવંતોયે તેને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો, મૃત્યુ પામી સિંહલદ્વીપના રાજાની પુત્રી સુદર્શના બની. નમો અરિહંતાણં પદ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની સખી સાથે સુદર્શના ભરૂચ આવી. રાજા જિતશત્ર તથા ધર્મપિતા સમા ઋષભદત્ત શેઠની સહાયથી બોધસ્થાન પર સાત માળનું એક દેવવિમાન જેવું ગગનચુંબી જિનમંદિર નિર્માણ કરાવ્યું. આ મંદિર શકુનિકા વિહાર તરીકે સમડી વિહાર તરીકે પ્રસિદ્ધ પામ્યું. મૂળનાયક તરીકે શ્રી મુનીસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી.
ઉદયન મંત્રીના પુત્ર બાહડમંત્રીએ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી, પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી. આ જાનું મંદિર નર્મદા કિનારે જામા મજીદના સ્વરૂપમાં ઉભું છે, તેમાં દેલવાડાની કોતરણી તથા બારશાખ ઉપર તીર્થંકર પરમાત્માની મંગલમૂર્તિ છે.
મહારાજા કુમારપાળે આરતી આ મંદિરમાં ઉતારી હતી. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે અલ્લાઉદ્દીન ખીલજીના સમયમાં સમડીવિહાર દેરાસર પર હુમલાઓ થતાં ત્યાંથી પ્રતિમાજીઓ ઉપાડીને શ્રીમાળી પોળમાં સાત મંદિરો બનાવી ભગવંતોને તેમાં પધરાવ્યા હતા. મોટા ભાગના આચાર્ય ભગવંતોએ ભરૂચમાં ચાતુર્માસ કરેલાં છે તથા પધાર્યા છે.
સાતે દેરાસરો જીર્ણ થતાં સંવત. ૨૦૪૫ માહ સુદ – ૧૩ શનિવાર તા. ૧૮-૨-૮૯ના રોજ ત્રણ માળનું ભવ્ય દેરાસર બનાવી, સાતે દેરાસરજીના પ્રતિમાઓ તેમાં પધરાવ્યા. જેની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક પ.પૂ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે કરાવી.
મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર ભવ્ય છે. (૧) મુખ્યદેરાસર પહેલે માળે છે. મૂળનાયક શ્રી મનિસુવ્રતસ્વામી ભગવાનની શ્યામવર્ણની પરિકરવાની પદ્માસનસ્થ ૨૭ ઇંચની પ્રાચીન મૂર્તિ છે. દેરાસરમાં શ્રી સંભવનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી અનંતનાથ ભગવાન, શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન, ગુરુ ગૌતમસ્વામી, શ્રી નરદત્તાદેવી, શ્રી વરુણયક્ષ વગેરે પ્રતિમાજીઓ છે તથાસંપ્રતિ મહારાજાના સમયના અનેક પ્રાચીન પ્રતિમાજીઓ
(૨)
મંદિરના બીજા માળે મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org