________________
૧૬૨
શ્રી ભરૂચ તીર્થ દેરાસરો છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની ૭૦ ઇંચની શ્વેતવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. જુદા જુદા દેરાસરોમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન વગેરે બિરાજમાન છે.
કાચમાં શ્રી શત્રુંજય તીર્થ શ્રી ગિરનાર તીર્થ, શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી ગંધાર તીર્થના સુંદર પટોછે. આરસનીચોવીશી છે જેદર્શનીય છે. છેલ્લી પ્રતિષ્ઠા વિક્રમ સંવત. ૧૬૬૪માહ સુદ - ના રોજ શ્રી વિજયસેનસૂરીજી મ. સા. ના હાથે થઈ હતી.
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષા વિક્રમ સંવત. ૧૯૬૯ પોષ સુદ - ૧૩ના રોજ શ્રી ગંધારતીર્થમાં થઈ હતી.
ઉપાશ્રય, ધર્મશાળા, તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી અમીઝરા પાર્શ્વનાથજીની પેઢી ગંધાર - તાલુકો : વાગરા - જિલ્લો : ભરૂચ પીન - ૩૯૨ ૧૪૦
આ
થી ભરૂચ તીર્થ
-
- શ્રી મુનિસુવ્રત તીર્થ -ભરૂચ - શ્રી પતામર ભવ્ય મંદિર - ભરૂચ - શ્રી ભક્તામર તીર્થ - ભરૂચ
લગભગ ૧૧ લાખ વર્ષ પૂર્વે ભરૂચના એ વિશાલ સામ્રજ્ય પર રાજા જિતશત્રુ બિરાજમાન હતા, તેમનો પટ અશ્વ અલ્પાયુષી હતો, પણ બોધને યોગ્ય હતો. વિશમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી પોતાના પૂર્વભવના મિત્ર આ અશ્વને પતિબોધવા પ્રતિષ્ઠાનપુરથી ૬૦યોજનનો (૨૪૦ માઈલ) વિહાર કરી ગુજરાતની ભૂમિ - ભરૂચ પધાર્યા. ભાગ્યશાળી ભરૂચને ભગવાનની ભવ્યતાનો લાભ મળ્યો. પ્રભુ પધાર્યા, સમવસરણ રચાયું. પ્રભુની વાણી સાંભળતાં અશ્વને જાતિસ્મરણ જ્ઞાન થયું. પંદર દિવસની આરાધના કરી મૃત્યુ પામી આ અશ્વ આઠમાં દેવલોકમાં ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org