________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
શ્રી ભીલડિયાજી તીર્થ
અમદાવાદથી શંખેશ્વર ૧૨૦ કિલોમીટર દૂર છે. અને શંખેશ્વરથી શ્રી ભીલડિયાજી તીર્થ ૧૦૫ કિલોમીટર દૂર છે. એટલે અમદાવાદથી શ્રી ભીડિયાજી તીર્થ ૨૨૫ કિલોમીટર દૂર થાય. મૂળનાયક શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ ભગવાનની ૫૩સે.મી.નીભવ્ય-પ્રાચીન શ્યામવર્ણના પદ્મસનસ્થ પ્રતિમાજી છે. શ્રી કપિલકેવલી તથા શ્રી સંપ્રત્તિ મહારાજાના સમયના પ્રાચીન પ્રતિમાજી ભવ્યદેરાસરમાંબિરાજમાન છે. આ તીર્થના અનેક જીર્ણોદ્ધાર થયા છે. છેલ્લો જીર્ણોદ્વાર સંવત. ૨૦૨૭માં થયો હતો. વિશાલ ધર્મશાળાઓ, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. જાત્રા કરવા જેવું રળિયામણું તીર્થ છે.
શ્રી ભોરોલ તીર્થ
ડીસાથી ૬૦ કિલોમીટર દૂર શ્રી ભોરોલ તીર્થ આવેલું છે. ભોરોલ ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ વર્ણ ૭૬
સે.મી.ની ઊંચી પદ્માસનસ્થ પ્રતિમાજી છે. અહીંથી જમીનમાંથી પ્રાપ્ત થયેલ પ્રતિમાઓ અને અવશેષો આ તીર્થની પ્રાચીનતાનો ખ્યાલ આપે છે. ૧૫ મી સદી સુધી અહિંયા અનેક જિનમંદિરો હતા તથા જૈનોના નિવાસસ્થાનો હતા.
આ તીર્થના પણ અનેક જીર્ણોદ્ધાર થયા છે. સંવત. ૧૩૦૨માં ૧૪૪૪ સ્તંભોવાળુ ભવ્ય દેરાસર હતું. કારતક અને ચૈત્ર મહીનાની પૂનમે અહીં મેળો ભરાય છે. જૈનો અને જૈનેતરો શ્રદ્ધાપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની ઉપાસના કરે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
પેઢી - શ્રી નેમિનાથજી જૈન કારખાના મુ.પો. ભોરોલ, વાયા ડીસા (બનાસકાંઠા)
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org