________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
ટે. નં. ૨૩.
-
1
ધર્મશાળા – ભોજનશાળા – પેઢી - શ્રી કચ્છી દશા ઓસવાલ જૈન મહાજન સાર્વજનિક ટ્રસ્ટ તેરા (કચ્છ) તા. અબડાસા પિન - ૩૭૦૬૬૦ ટેનં. ૨૪.
પાટનગર ‘ભુજ’ કચ્છ
શ્રી તેરાતીર્થથી ભુજ ૮૭ કિલોમીટર દૂર છે. અમદાવાદથી ભુજ ૪૧૧ કિલોમીટર દૂર છે. રાજકોટથી ૨૩૧ અને સુરેન્દ્રનગરથી ૨૭૧ કિલોમીટર દૂર છે. ભુજ કચ્છનું પાટનગર છે. ખૂબ ાચીન અને ભવ્ય સુંદર ઐતિહાસિક શહેર છે. ભુજ શહેરની રક્ષા કરતો ૫૮૦ ફૂટ ઊંચો ભુજિયો કિલ્લો છે. જેમાં ભુજિયા નાગનું ઈટાલિયન ઢબની બાંધણીવાળું સુંદર મંદિર છે.
ભુજ ગામમાં - ૩ દેરાસરો છે.
(૧) વાણિયાવાડમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. પ્રવેશદ્વારમાં નોબતખાનાનું સુંદર ચિત્ર છે.
૧૫૪
(૨) વાણિયાવાડમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. દેરાસર બંધાવનાર બન્ને ભાઈઓની તેમની પત્નીઓ સાથેની મૂર્તિઓ છે.
(૩) વાણિયાવાડમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. જેમાં ટાઈલ્સમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન તથા શ્રી ગૌતમસ્વામીની મૂર્તિઓ છે તથા દેરાસરનો શિલાલેખ છે. આ દેરાસર સંવત ૧૬૫૦ માં બંધાવ્યું હતું.
(૪) ગામ બહાર દાદાવાડી છે, જેમાં શ્રી સંભવનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરનું દેરાસર છે. તથા મોટા હૉલમાં તીર્થોના પટો છે. બાજુમાં પ્રાચીન ધર્મશાળા છે.
ભોજનશાળા : ભુજ ગામમાં મેઈનબજાર, વાણિયાવાડની શેરી, નાની પોશાળમાં મેડા ઉપર આવેલી છે. શ્રી રાધવજી માધવજી જૈન ભોજનશાળા નામ છે.
ભુજ ગામમાં જોવા લાયક સ્થળો (૧) મ્યુઝિયમ
(૨) રાજાનો વિશાળ મહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org