________________
૧૫૦
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
મુંબઈ ગયા. ખૂબ ધન કમાયા અને જેનો વ્યય (ઉપયોગ) આવુ સુંદર તીર્થ બનાવવામાં કર્યો. આ તીર્થની પ્રતિષ્ઠા સંવત ૧૯૧૮ મહાસુદ-૧૩ બુધવારના શુભ દિવસે – અચલગચ્છના આચાર્ય શ્રી રત્નસાગરસૂરીશ્વરજીના શુભ હસ્તે થઈ હતી. મૂળનાયક શ્રી શાંતિનાથ ભાગવાનની ૯૦ સે.મી. ની શ્વેતવર્ણ પદમાસનસ્થ મૂર્તિ છે. શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, શ્રી શાશ્વત જિન તથા ભોંયરામાં શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમાજી છે. મંદિરના ઉપલા માળે શ્રી ધર્મનાથસ્વામી વગેરે ત્રણ ચોમુખજી બિરાજમાન છે. આખો જિનપ્રાસાદ પાંચ શિખરો, સમવસરણ અને ઘુમ્મટોથી ખૂબ દેદીપ્યમાન બનેલ છે. મુખ્ય જિનમંદિરની આસપાસ આ ત્રણે શ્રેષ્ઠીઓનાં સગાં અને સ્નેહીઓએ બનાવેલાં નાનાં મોટાં શિખરબંધી મંદિરો આ તીર્થની રમ્યતા અને શિલ્પ સમૃદ્ધિમાં ઘણો ઉમેરો કરવાની સાથે આ જિનપ્રાસાદને કળા અને સૌન્દર્યના ધામ તરીકેનું ગૌરવ આપી જાય છે.
આ તીર્થસ્થાનની આસપાસ પાંચ કોઠાવાળો ઊંચો ગઢ છે. પ્રવેશદ્વાર બાર ફૂટ જેટલું ઊંચું અને છ ફૂટ પહોળું છે. પ્રવેશદ્વારના થાંભલા તથા તોરણ ઉપર સારા પ્રમાણમાં કોતરણી કરવામાં આવી છે. દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારની બન્ને બાજુ આબુના દેરાસરમાંના દેરાણી-જેઠાણીના ગોખલાની યાદ અપાવે એવા સુંદર કોતરણીવાળા ગોખલાઓ રચવામાં આવ્યા છે.
જિનાલયની ૭૮ ફૂટની લંબાઈ છે. ૬૯ ફૂટની પહોળાઈ અને ૭૩-૫ ફૂટની ઊંચાઈ જેવા વિશાળતા ધરાવતા નાના - મોટા બાર જેટલા શિખરો - ઘુમ્મટો છે. દેરાસરની આજુબાજુ સુંદર પુતળીઓ કોતરેલી છે.
આ તીર્થને ''કલ્યાણ ટૂક’' એવું સુંદર નામ આપવામાં આવ્યું છે. મુખ્ય જિનાલયને મેરુપ્રભ જિનાલયની ઉપમા આપવામાં આવી છે.
ધર્મશાળા – ભોજનશાળાની સગવડ છે.
પેઢી : શ્રી શાંતિનાથજી જૈન દેરાસર પેઢી તાલુકો અબડાસા, મુ. પોસ્ટ કોઠારા - ૩૭૦૬૪૫ તારઘર ટેલિફોન પી.સી.ઓ. કોઠારા (કચ્છ)
શ્રી જખૌતીર્થ - મોટી પંચતીર્થી
શ્રી રત્ન ક"
કોઠારાથી શ્રી જખૌતીર્થ ૩૦ કિલોમીટર દૂર છે. એક જ કોટની અંદર નવ
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org