________________
૧૪૯
શ્રી કોઠારા તીર્થ આ ભવ્ય મંદિર બંધાયું અને સ્વામી વાત્સલ્યના ભોજન સમયે એક વાસણમાં રાખેલું ઘી આવશ્યકતા પ્રમાણે વાપરવા છતાં આ વાસણ ઘીથી ભરેલું જ રહ્યું. ત્યારથી આ પ્રતિમાજી શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન કહેવાય છે. અહીંયા ચાર વર્ષ પહેલાં ઓછા વરસાદના કારણે પાણીની તંગી ઊભી થઈ. એક શ્રાવકને દેવી સંકેત થતાં એક ખાડો ખોદવામાં આવ્યો અને પુષ્કળ પ્રમાણમાં નિર્મળ પાણી મળ્યું.
વર્ષમાં બે વખત સૂર્યકિરણો ભગવાનની પ્રતિમાનો ચરણ સ્પર્શ કરે છે.
આ મંદિર વિશાળ માળવાળું, અનેક શિખરોથી શોભાયમાન હોવાથી ખૂબ આકર્ષક લાગે છે. ઉપરના માળે ચૌમુખજી છે. જેમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૩૧” ઈચના ચાર પ્રતિમાજી છે. બીજા શિખરબંધી દેરાસરમાં શ્રી ઋષભદેવ ભગવાન છે. શ્રી ગૌતમસ્વામી તથા શ્રી પદ્માવતી દેવીની નિરાળા ઢંગની બનેલી પ્રાચીન પ્રતિમાજીઓ છે. જે દર્શનીય છે.
સુથરીમાં વિશાળ સગવડતાવાળી ધર્મશાળા, ભોજનશાળા, પાંજરાપોળ છે વ્યાખ્યાન હૉલ તથા જ્ઞાનમંદિર પણ છે.
આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજી સંવત : ૧૯૨૮ માં સુથરીમાં કાળધર્મ પામ્યા હતા. દાનપ્રેમી શ્રી ખેતશી ખીમસી તેમ જ પ્રસિદ્ધ સર વિસનજી ત્રિકમજી નાહરની આ જન્મભૂમિ છે. પેઢી - શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી તા. અબડાસા મુ.પો. સુથરી (કચ્છ)
શ્રી કોઠારા તીર્થ (મોટી પંચતીર્થ
શ્રી કલ્યાણ ટક”
શ્રી સુથરીતીર્થથી શ્રી કોઠારા તીર્થ ૧૨ કિલોમીટર દૂર છે. કોઠારાના ત્રણ રતન જેવા શ્રાવકો (૧) શા. વેલજી માલ લોડાયા, (૨) શા. શિવજી નેણશી લોડાયા (૩) શા. કેશવજી નાયક ગાંધી મોહતા હતા. આ ત્રણે મહાનુભાવોએ ધર્મપ્રભાવનાકારી એકરાગતા સાધીને અને લાખો કોરીનો ઉલ્લાસ અને ઉદારતાથી સદ્વ્યય કરીને કોઠારામાં એવો આલીશાન દેવવિમાન જેવો દિવ્ય અને ધ્યાનનિષ્ઠ યોગી જેવો ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો છે કે જેણે દેશભરના વિશિષ્ટ, વિરલ અને કળામય દેવાલયોમાં સ્થાન મેળવ્યું છે. કોઠારાના આ ત્રણે શ્રાવકો ધન કમાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org