________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૪૮ રાખીને ગામમાં ચાલતાં જવું પડે છે. ભવ્ય દેરાસર છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. તેમની જમણી બાજુએ શ્રી ઋષભદેવ ભગવાન છે. જ્યારે ડાબી બાજુએ શ્રી અજીતનાથ ભગવાન છે. ઉપરના ભાગમાં દેરાસર છે. જેમાં મનોહર આરસનું સમવસરણ છે. જેમાં સંપ્રતિ મહારાજાના સમયના શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ઃ ૧૯૭૯ મહા સુદ ૧૧ તા. ૨૮-૧-૧૯૨૩ ના રોજ થઈ હતી. દેરાસર ખૂબ સુંદર છે. દેરાસરની સામે ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય છે. પેઢી - શ્રી લાયજા કચ્છ વિશા ઓશવાળ દેરાવાસી જૈન મહાજન, લાયજા, કચ્છ ૩૭૦૪૭૫, ટે નં. ૩૫.
મસા
લાયજાતીર્થથી ડુમરા ૨૮ કિલોમીટર દૂર છે. જેમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનની મૂર્તિ છે. સાંધાણ
ડુમરાથી સાંધાણ ૫ કિલોમીટર દૂર છે. સાંધાણમાં ભવ્ય દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. સંવત ૧૯૧૦માં શેઠ માંડણ તેજસી ધુલ્લાએ આચાર્ય શ્રી મુકિત સાગરજીના ઉપદેશથી બંધાવેલ છે. આજુબાજુ થઈ કુલ નવ દેરાસરો છે. જેથી આ દેરાસરને 'નવટૂકયા તિલકટૂક' કહે છે. મુખ્ય દેરાસરની આજુબાજુમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી સંભવનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી પદપ્રભસ્વામી ભગવાન વગેરે મંદિરો છે. આ દેરાસર પાલીતાણાની ટૂક જેવું ભવ્ય લાગે છે. આ તીર્થના નિર્માણમાં શેઠશ્રી નરશી નાથાએ સારો ફાળો આપ્યો છે. ' શ્રી સુથરી તીર્થ (મોટી પંચતીર્થી) 1 સાંધાણથી સુથરી તીર્થ ૯ કિલોમીટર દૂર છે. મોટી પંચતીર્થીનું આ એક મોટું તીર્થ છે. પ્રભુની પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક છે. દેરાસરમાં મૂળનાયક ''શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન' ની ૩૦ સે.મી. ની શ્વેત વર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. દેરાસર ભવ્ય અને વિશાળ છે. બાંધણી દેવવિમાન જેવી છે. દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૮૯૬ વૈશાખ સુદ ૮ થઈ હતી.
પ્રભુ પ્રતિમાના ચમત્કારો પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ઉદેશી શ્રાવકને આ પ્રતિમાજી એક ગામડિયા પાસેથી પ્રાપ્ત થયા હતા. પ્રભુની પ્રતિમાના દર્શન માટે કોઠારનો દરવાજો ખોલતાં, આખો કોઠાર ખાદ્ય પદાર્થોથી ભરપૂર જણાયો. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org