________________
૧૪૬ .
ભારતના મુખ્ય જૈન તીર્થો કરવા સિદ્ધાચલજીની યાત્રા કરવાનું નક્કી કર્યું. પોતાની પાસેનું ધન દાટીને યાત્રાએ જવાનો વિચાર કર્યો. ઝાડ નીચે જ્યાં ધન દાટવા ગયા, ત્યાં ધનનો ચરૂ નીકળ્યો. અનુપમાદેવીએ વસ્તુપાળને કહ્યુ કે નીચ ગતિમાં જવું હોય તો ધનને જમીનમાં દાટો બાકી ઊચી ગતિમાં જવું હોય તો ડુંગરના પહાડો શિખરોથી શોભાવો અર્થાત્ પહાડો ઉપર સુંદર જિનમંદિરો બંધાવો. શ્રી વસ્તુપાળ – તેજપાળે શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર, શ્રી દેલવાડા ઉપર ભવ્ય મંદિરો બંધાવ્યાં.
- ભુજપુરમાં ભવ્ય વિશાળ દેરાસરો છે. દેરાસરની બાંધણી સુંદર છે. મૂળ નાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. બાજુમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર છે. ભોંયરામાં શ્રી કેશરીયાજી ભગવાન છે તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મોટો ફોટો છે. દેરાસરની સામે ઉપાશ્રય છે. પેઢી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર, ભુજપુર તા. મુન્દ્રા (કચ્છ) પિન નં. ૩૭૦ ૪૦૫. મોટી ખાખર
ભુજપુરથી મોટી ખાખર ૯ કિલોમીટર દૂર છે. ૪૫૦ વર્ષ જૂનું દેરાસર છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. શ્રી પુંડરીકસ્વામી ગણધરની પ્રાચીન પ્રતિમાજી છે. પ્રાચીન જ્ઞાન ભંડાર છે. બાજુમાં ઉપાશ્રય છે. પેઢી – શ્રી કચ્છ મોટી ખાખર શ્રી આદીનાથ પ્રભુના જૈન દેરાસરજીની પેઢી-મોટી ખાખર (કચ્છ) નાની ખાખર
મોટી ખાખરથી નાની ખાખર ૭ કિલોમીટર દૂર છે. ૧૦૦ વર્ષ જૂનું દેરાસર છે. મૂળનાયક શ્રી ચિતામણી પાર્શ્વનાથ ભગવાન છે. જમણી બાજુએ શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન તથા ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની મૂર્તિ છે. દેરાસર ભવ્ય અને વિશાળ કમ્પાઉન્ડવાળું છે. નાની ખાખર (કચ્છ) પિન કોડ નં. ૩૭૦૪૩૫. Raiesi
નાની ખાખરથી બિંદડા ૬ કિલોમીટર દૂર છે. વિશાળ દેરાસર છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. દેરાસરના ઉપરના ભાગમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન છે. બાજુમાં શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેરીઓ છે. દેરાસરના પાછળના ભાગમાં તીર્થોના પટો છે તથા દેરાસરની વચ્ચે સમવસરણ છે. જેમાં શ્રી મહાવીરસ્વામીની ભગવાનની ચૌમુખજી પ્રતિમાઓ છે. દાનવીર શેઠ જગડુશા તથા સ્થૂલિભદ્ર મુનિ વગેરે ચિત્રો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org