________________
૧૪૫
મુન્દ્રા
કિલ્લાથી સુરક્ષિત અને સુંદર રચના અને ઇમારતોના કારણે મુન્દ્રાને કચ્છનું પેરીસ શહેર કહેવામાં આવે છે. પ્રાચીન શહેર છે. ભદ્રેશ્વરથી ૨૬ કિલોમીટર તથા ગુંદાલાથી ૮ કિલોમીટર દૂર છે. પ્રવેશદ્વાર પ્રાચીન છે.
શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ
(૧) શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર
મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાન છે. તેમની જમણી બાજુએ શ્રી અજીતનાથ ભગવાન છે તથા ડાબી બાજુએ શ્રી મહાવીરસ્વામી ભગવાન છે. ઉપરના માળે શ્રી આદીશ્વર ભગવાન છે. તીર્થોના પટો પણ છે. આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૯૩૩માં થઈ હતી.
(૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. જમણી બાજુએ શ્રી સંભવનાથ ભગવાન છે. તથા ડાબી બાજુએ શ્રી નેમિનાથ ભગવાન છે. પ્રતિષ્ઠા સંવત ૧૯૧૮ પોષ વદ ૫ ના રોજ થઈ હતી. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ૩૫૦ વર્ષ પુરાણી છે. તીર્થોના પટો છે. પેઢી શ્રી તપગચ્છ જૈન સંઘ - મુંદ્રા (કચ્છ)
(૩) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર-મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન છે.
(૪) મુન્દ્રા ગામની બહાર શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું મેડા ઉપર દેરાસર છે. મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની શ્વેત પ્રતિમાજી છે. જમણી બાજુએ શ્રી અભિનંદન સ્વામી ભગવાનની શ્યામ મૂર્તિ છે, જ્યારે ડાબી બાજુએ શ્રી અરનાથ ભગવાનની શ્યામ મૂર્તિ છે. દેરાસરના પાછળના ભાગમાં લીલી ખારેકનાં વૃક્ષો છે.
(૫) મુન્દ્રા ગામની બહાર દરવાજાની સામે દાદાવાડી છે, જેમાં અચળગચ્છના ગુરુ હર્ષજીની પાદુકાવાળી છત્રી છે. એના ઉપર સંવત ૧૭૯૭ માગશર વદ ૧૦ના રોજ ગુરુ હર્ષજી સ્વર્ગવાસી થયાનો લેખ છે.
ભુજપુર
મુન્દ્રાથી ભુજપુર ૧૬ કિલોમીટર દૂર છે. ગામમાં પેસતાં દેરાસરના કોટ ઉપર શ્રી વસ્તુપાળ તેજપાળનું ચિત્ર દોરેલું છે. શ્રી વસ્તુપાળ - તેજપાળના પિતાશ્રી આશરાજ તથા માતાજી કુમારદેવીનું અવસાન થયું. માતા-પિતાનો શોક ઓછો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org