________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૩૬ શ્રી ઉપરિયાળા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થ ૬૨ કિલોમીટર દૂર છે.
શ્રી ઉપરિયાળા ગામમાં કાચની કલાત્મક કાસગરીવાળા સુંદર જિનાલયમાં અતી પ્રાચીન સંપ્રતિ મહારાજાના સમયના પ્રગટ પ્રભાવી ચમત્કારિક સાચા દેવ પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની ૭૬ સે.મી. ની ચંદનવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે.
દેરાસરનું મુખ્ય પ્રવેશદ્વાર બે મોટા સુંદર હાથીઓથી શોભી રહ્યું છે, જ્યારે દેરાસરના પગથિયાં ચઢતાં પણ બે હાથીઓ છે.
દેરાસરમાં પ્રવેશ કરતાં ડાબી બાજુએ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ભકિતસૂરીશ્વરજી મ.સા. નું ગુરુમંદિર આવે છે. જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૮ માગશર સુદ ૧૫ ને શુક્રવારના રોજ થઈ હતી.
દેરાસરમાં ચંદન વર્ણના શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સંવત ૧૯૪૪ માહ સુદ ૧૩ના રોજ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય ભકિતસૂરીશ્વરજી મ.સા. ના હસ્તે ધામધૂમપૂર્વક થઈ હતી.
દેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાન, શ્રી અજિતનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન, શ્રી મલ્લીનાથ ભગવાન, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી લક્ષ્મીદેવી, તથા શ્રી ગૌમુખ યક્ષ છે.
દેરાસરના ગભારામાં, રંગમંડપમાં તથા ભમતીમાં કાચમાં તીર્થની પટો તથા જૈન કથાઓના પ્રસંગો સુંદર રીતે આલેખ્યાં છે.
દેરાસરમાં ડાબી બાજુએ બંધાતા નવાદેરાસરમાં પંચધાતુના કાઉસગિયાશ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૮૧ ઈચના ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા ટૂંક સમયમાં થશે.
પૂર્વ ઇતિહાસ - ઉપરિયાળા ગામના વતની નરસી નામના કુંભારને રાત્રે સ્વપ્નમાં ભાસ થયો કે તે પૂર્વ દિશાની એક ટેકરાવાળી જમીનને ખોદી રહ્યો છે ને ખોદતાં ખોદતા તેને શ્રાવકોના ભગવાનની મૂર્તિઓના દર્શન થયાં. આ સ્વપ્નની વાત તેણે ગામના મુખ્ય શ્રાવકને કહી પણ તેમણે ગણકાર્યું નહિ. રતની નરસી કુંભારને તેના સ્વપ્નામાં શ્રદ્ધા હતી. તેથી તેણે એ ટેકરીને ખોદવા માંડી, ખોદતાં ખોદતાં તેની કોદાળી એક પથ્થર સાથે અથડાઈ. આથી તેણે ગામનાં શ્રાવકોને અને બીજા મુખ્ય માણસોને સામે રાખીને વિવેકપૂર્વક એમૂર્તિઓની આસપાસ ભૂમિ મોદી કાઢી ત્યારે એક સાથે ચાર મૂર્તિઓ નીકળી. વિક્રમ સંવત ૧૯૧૯ વૈશાખ સુદ ૧૫ ના દિવસે આ માંગલિક પ્રસંગ બન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org