________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૩૪ પોતાના ગુરુભગવંતની અંતિમ ઈચ્છા પૂરી કરી. ગુરુ ભગવંત કાળધર્મ પામતા પહેલાં પોતાની અંતિમ ઈચ્છા વ્યકત કરી. “તમે શંખેશ્વરમાં ઘણી ધજાઓ લહેરાવજો, ઘણી ધજાઓ ફરકાવજો.”
સંવત ૨૦૧૫ પોષ સુદ ૩ ના પવિત્ર દિને પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ભકિતસૂરીશ્વરજી મ.સા. ૮૫ વર્ષની ઉમરે કાળધર્મ પામ્યા. પૂજ્ય આચાર્યદેવ શ્રી ભકિતસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભપ્રેરણા અને શુભાશિષથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિત વિહાર મહાપ્રાસાદ યોજનાને સાકાર કરવાના શ્રી ગણેશ મંડાયા. ૪૦ વિઘા જેટલી જમીન લેવાઈ ગઈ. તેમાં ૮૪૦૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવતું ૧૦૮ વિશાળ શિખરો ધરાવતું ભારતભરમાં સૌથી પ્રથમ વિશાળ ૧૦૮ જિનાલયનું મંદિર બન્યું. મંદિરની ઊંચાઈ ૭૨ ફૂટ છે. પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના જુદાં જુદાં નામ ધરાવતાં ૧૦૮ તીર્થોનાં ૧૦૮ પાર્શ્વનાથનાં જિનબિંબોની એક જ સ્થળે ૧૦૮ અલગ અલગ વિશાળ ગભારાઓમાં સ્થાપના થઈ. મુખ્ય મંદિરમાં મૂળ નાયક શ્રી ભકિત પાર્શ્વનાથની ૬૧” ઈચની ભવ્ય સુંદર મૂર્તિ છે. જમણા હાથે ગભારામાશ્રી નાકોડા પાર્શ્વનાથની શ્યામ પ્રતિમાજી છે, જ્યારે ડાબા હાથે ગભારામાં શ્રી જીરાવાળા પાર્શ્વનાથની મૂર્તિ છે. મુખ્ય ગભારામાં શ્રી પદ્માવતી તથા શ્રી પાર્શ્વયક્ષની મૂર્તિ છે.
શ્રી ભકિતવિહાર માહપ્રાસાદના પ્રવેશદ્વારે શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પાર્શ્વયક્ષની મૂર્તિ છે. દેરાસરમાં પેસતાં જમણા હાથે શ્રી લક્ષ્મીદેવી, શ્રી સરસ્વતીદેવી, શ્રી અંબિકાદેવી, શ્રી ચક્રેશ્વરીદેવી તથા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ છે, જ્યારે ડાબા હાથે પેસતાં આચાર્યદેવ શ્રીમદવિજય ભકિતસૂરીશ્વરજી મ.સા., શ્રી શંખેશ્વર તીર્થના રક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મ.સા., શ્રી મણિભદ્રવીર, શ્રી ગૌતમસ્વામી, ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથનાં ભગવાન શ્રી શુભ ગણધર વગેરે ૧૦ ગણધરોની મૂર્તિઓ આવેલી છે.
આ ભવ્યમંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૪પના માહ સુદ ૫ ના રોજ ઘણી ધામધૂમથી હજારો યાત્રિકોની હાજરીમાં થઈ હતી.
પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. એ પ્રતિષ્ઠા કરાવી. આ વઢિયાર પ્રદેશની ભૂમિ ખારાપાટ તરીકે ઓળખાય છે. આ ભૂમિમાં મીઠું પાણી મળવું ઘણું મુશ્કેલ છે, છતાં દેવી સંકેતથી અત્રે એક જગ્યાએ ખોદતાં મીઠું પાણી મળ્યું. શંખેશ્વર ગામને અહીંથી મીઠું પાણી પહોંચાડવામાં આવે છે, જે ૧૦૮નું પાણી” ના નામે ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org