________________
૧૩૩
શ્રી ભકિતવિહાર મહાપ્રાસાદ (૩) પ. પૂ. આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણમાં આગમમંદિર નિર્માણ થયું. (૪) અમદાવાદમાં ઉસ્માનપુરામાં શ્રી સ્થાનકવાસી જૈન આગમ મંદિર છે. (૫) પરમ પૂજ્ય શ્રી અભ્યદય સાગરજી મ.સા. તથા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી નવરત્નસાગરજી મ.સા. ની પ્રેરણાથી શંખેશ્વર તીર્થમાં આગમમંદિરનું નિર્માણ થયું. (૬) કાતરસ-પૂના પાસે આગમમંદિર બન્યું છે.
શ્રી શંખેશ્વરદાદાની કૃપાથી મૂળ પાલનપુર પાસેના માલણ ગામના વતની અને હાલ ભરૂચ નિવાસી ધર્મપ્રેમી સજ્જન શ્રી પોપટલાલ લલ્લુભાઈ શાહે શંખેશ્વરમાં આશરે ૧પ૦૦૦ પંદર હજાર વાર જમીન ખરીદીને શ્રી આગમ મંદિર બનાવવા સંસ્થાને ભેટ આપી.
મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન તથા નૂતન જિનબિંબોની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૫ ની મહા સુદ-૬ ને શુક્રવારે તા. ૨-૨-૭૯, ૧૦-૬ મિનિટે થઈ. મંદિરમાં મૂળનાયક સાથે ૪૨ પ્રતિમાજીઓ પધરાવવામાં આવ્યા છે. જ્યારે ૪પ આગમોની ૧૩૩૬ તામ્રપત્રોની પ્લેટો છે. મંદિરના પાછળના ભાગમાં કમળ આકારમાં સિદ્ધચક્રજી છે. ગુરુગૌતમસ્વામી તથા સુધર્માસ્વામીની મૂર્તિઓ છે. મંદિરની પ્રતિષ્ઠા પ.પૂ.આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ના હસ્તે થઈ હતી. પ્રતિષ્ઠા પ્રસંગે આશરે સવાલાખ માણસો પધાર્યા હતા.
સગવડતાવાળી ધર્મશાળા તથા ઉપાશ્રય છે. હાલમાં પ્રમુખ શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી, ઉપપ્રમુખ શ્રી સોમચંદ પરસોત્તમદાસ શાહ, મંત્રીઓ શ્રી હસમુખલાલ મફતલાલ શાહ તથા શ્રી વસંતલાલ ઉત્તમલાલ શાહ છે.
(શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રાસાદનાંખેશ્વર)
શ્રી શંખેશ્વર તીર્થ
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભકિતસૂરીશ્વરજી મ.સા. પોતાના પ્રાણવલ્લભ શંખેશ્વરદાદાનું નિત્ય સ્મરણ કરતા અને વિહાર આદિમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા અચૂક કરતા હતા. પૂજ્યશ્રીએ અંતિમ સાધના -શ્રી શંખેશ્વર તીર્થમાં કરવાની ભાવના દર્શાવી તથા નશ્વર દેહને શંખેશ્વર તીર્થમાં છોડવાની ઇચ્છા વ્યકત કરી. પ.પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્ય શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org