SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૩૨. કસ્તૂરભાઈ છે. પેઢીનું નામ – શેઠ જીવણદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ. મુખ્ય કાર્યાલય - શેઠમનસુખભાઈની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ O૦૧, ટે.નં. ૩૩૮૧૬૫. યાત્રાળુઓને ભાતું (નાસ્તો) આપવાની પણ પેઢી તરફથી સુંદર વ્યવસ્થા છે. પેઢી તરફથી પાણી માટે બોરિંગ બનાવ્યું છે. ગામને પણ પાણી પેઢી બોરિંગમાંથી આપે છે. શ્રી શંખેશ્વરના દેરાસરનો જીર્ણોદ્ધાર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે શંખેશ્વરના દેરાસરના જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. ભમતીની દેરીઓના પ્રવેશદ્વારો તથા શિખરોની ઊંચાઈ વધશે. સંગેમરમરનું દેવવિમાન જેવું ભવ્ય દેરાસર બે વર્ષમાં તૈયાર થઈ જશે. શ્રી શંખેશ્વર જૈન આગમ મંદિર-રાંખેશ્વર જૈન શાસનમાં જિનાગમતીર્થકર ભગવાનની વાણી છે. તીર્થંકર પરમાત્મા અર્થથી ત્રિપદી રૂપે આગમોને કહે છે અને સૂત્રરૂપે ગણધર ભગવંતો રચે છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ઉચ્ચારેલી વાણીનો શાસ્ત્રાર્થ કરીને ૪૫ આગમો રચવામાં આવ્યા છે. આગમોના જાણકાર મહાપુણ્ય જ્ઞાનીઓએ વીર નિર્વાણના આશરે ૯૮૨ વર્ષ પછી આગમશાસ્ત્રો રચ્યાં અને વલભીપુરમાં તે વંચાયા. ત્યારથી આગમ મહિમાનો પ્રારંભ થયો. ભગવાન મહાવીરની વાણી મૂળ પ્રાકૃત ભાષામાં છે અને એ જ ભાષામાં આગમોની રચના કરવામાં આવી છે. આ કાળમાં ભવસાગર તરવાનાં સાધનો જિન-પ્રતિમા અને જિનાગમ છે. આગમોદ્ધારક પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. તથા તેમના પટ્ટધર પ.પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ની પૂણ્યસ્મૃતિમાં શ્રી શંખેશ્વર જૈન આગમ મંદિરનું નિર્માણ થયું છે. (૧) પ.પૂ. આચાર્યદેવ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી પાલીતાણામાં સંવત ૧૯૯૯ માં આગમમંદિર નિર્માણ થયું. (૨) પ.પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સુરતમાં આગમમંદિરનું નિર્માણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy