________________
૧૩૧
દેવમંદિર જેવું છે.
આ મંદિરની પ્રતિષ્ઠા, વિ. સંવત ૧૭૬૦ માં શ્રી વિજયરત્નસૂરિજી મ.સા. પાસે કરાવી હતી. મુખ્ય દેરાસરની આજુબાજુની ભમતીમાં દેરીઓ પાછળથી બની છે. આ નવું દેરાસર કમ્પાઉન્ડની વચ્ચેના ભાગમાં આવેલું છે. આ દેરાસર બેઠી બાંધણીનું પણ વિશાળ અને સુંદર છે. અને મૂળ ગભારો, ગૂઢમંડપ, બે સભા મંડપો મૂળ ગભારાની બન્ને બાજુએ એક એક શિખરબંધી ગભારા, ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ, શૃંગારચોકી અને વિશાળ ચોક સહિત બનેલું છે.
મુખ્ય દેરાસરમાં જમણી બાજુ દેરીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ તથા ડાબી બાજુ દેરીમાં શ્રી અજીતનાથ ભગવાન છે. ભમતીમાં જમણી બાજુ વચ્ચેની દેરીમાં શ્રી અરનાથ ભગવાન, પાછળના ભાગમાં વચ્ચેની દેરીમાં શ્રી નેમિનાથ ભગવાન, ડાબી બાજુ વચ્ચેની દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાન છે, મુખ્ય દેરાસરમાં પેસતાં શ્રી પાર્શ્વયક્ષ, શ્રી ચક્રેશ્વરીદેવી તથા ભમતીમાં શ્રી પદ્માવતી દેવીની દેરીઓ આવેલી છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની શ્રદ્ધાથી ઉપાસના કરનારના દુઃખ અને રોગ દૂર થયાના અસંખ્ય દાખલાઓ છે. શ્રી શંખેશ્વરની યાત્રાએ આવનાર લૂંટારાઓથી ઘેરાય ત્યારે અધિષ્ટાયકદેવે કાળા ઘોડાના સવાર બનીને યા રક્ષકોની ટુકડી મોકલીને યાત્રાળુઓને બચાવ્યા છે. ભૂલા પડેલા માટે શિખર પર દિવો બતાવી યા રક્ષક મોકલી રસ્તો ચીંધ્યો છે. શ્રી શંખેશ્વરના ચમત્કારોનો ગ્રંથ લખીએ તો પણ ઓછો પડે તેટલા ચમત્કારોના દાખલા ઇતિહાસના પાને નોંધાયા છે.
શ્રી શંખેશ્વર મહાતીર્થ
શ્રી શંખેશ્વરની તીર્થની રક્ષા કરવામાં, ભકતોનાં વિઘ્નો દૂર કરવામાં, ભકતોનાં વાંછિત પૂરવામાં, તીર્થનો મહિમા વધારવામાં નાગરાજ ધરણેન્દ્ર, શ્રી પદ્માવતી દેવી, શ્રી વર્ધમાનસૂરિજી (વ્યતંરદેવ) મુખ્ય છે.
અહીં પોષ દશમ (માગશર વદ ૧૦) તથા દિવાળી પર હજારો યાત્રાળુઓ અઠ્ઠમ તપની આરાધના કરવા પધારે છે.
અત્રે વિશાળ ધર્મશાળાઓ, ભોજનશાળા, ૪૦૦૦ યાત્રાળુઓને પહોંચી શકે તેટલી ગાદલા દિન-પ્રતિદિન ધર્મશાળાની તથા બીજી સગવડતાઓ
-
Jain Education International
ઉપાશ્રય આવેલ છે. આશરે ગોદલાંની સગવડ છે. પેઢી વધારતી જાય છે.
સંવત ૧૯૫૮ થી અમદાવાદના શ્રેષ્ઠિઓ આ તીર્થનો વહીવટ સંભાળી રહ્યા છે. પ્રથમ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ, પછી શેઠશ્રી પનાલાલ ઉમાભાઈ અને હાલમાં છેલ્લા - ૪૦ વર્ષથી શેઠશ્રી અરવિંદભાઈ પનાલાલ કુશળતાપૂર્વક શ્રી શંખેશ્વર તીર્થનો વહીવટ સંભાળી રહ્યા છે. પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org