________________
૧૨૧
મહાન તીર્થ શ્રી અષ્ટાપદ ધનેશ્વરસૂરિજીએ ઉપદેશ આપી જૈન બનાવ્યો. તેણે શત્રુંજયની રક્ષા કરી અને શત્રુંજયનો ઉદ્ધાર કરાવી, શ્રી ધનેશ્વરસૂરિજી પાસે સંવત ૪૭૭ માં શ્રી શત્રુંજય માહાભ્ય” લખાવ્યું હતું.
સુપ્રસિદ્ધ વાદી શ્રીમલ્લવાદી વલભીપુરના વતની હતા. તેમણે બૌદ્ધવાદીઓને હરાવી જૈન સંઘનું નામ ઉજ્જવળ કર્યું હતું. સુપ્રસિદ્ધ નયચક્રસાર' ગ્રંથ તેમણે બનાવ્યો હતો.
અહીં ત્રણ માળનું દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની શ્વેત વર્ણની ૯૧ સે.મી. ઊંચી પ્રતિમાજી છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે છે. ભોંયરામાં જૈન આચાર્યો તથા મુનિભગવંતોની ૫૦૦ મૂર્તિઓ છે.
શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નું ગુરુમંદિર છે. 'સરસ્વતીચંદ્ર'ની કથા વલભીપુર સાથે સંકળાયેલી છે.
008
3
;
- મહાને તીર્થ શ્રી અાપદ
- ]
ક
વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાન જમ્યા અયોધ્યામાં અને મોક્ષે ગયા અષ્ટાપદ પર પોષ વદ તેરસે. બારમા તીર્થકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીમાં મોક્ષે ગયા. બાવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ ભગવાન ગિરનાર પર મોક્ષે ગયો. ચોવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પાવાપુરીમાં મોક્ષે ગયા. બાકીના વીશ તીર્થંકર પરમાત્માઓ સમેતશિખરજી પર મોક્ષે ગયા, અષ્ટાપદ સિવાયના દરેક તીર્થ પર આપણે જાત્રા કરવા જઈએ છીએ. અષ્ટાપદ પર શ્રી ઋષભદેવ ભગવાન મોક્ષે ગયા. ત્યાં તેમને પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ ભવ્ય રત્નપીઠ બંધાવી. તેના ઉપર મનોરમ્ય સુવર્ણમંદિર કરાવ્યું. તેમાં મણિરત્નમય ચાર શાશ્વત જિનની, ચોવીશ તીર્થકરોની, પોતાના પર્વજોની, બંધુઓની, બ્રાહ્મી, સુંદરી તથા પોતાની મૂર્તિને ભરાવીને ભાવથી ત્યાં સ્થાપન કરી. મંદિરની બહાર શ્રી ઋષભદેવ ભગવાનનો ઊંચો સૂપ કરાવ્યો. પહાડને તોડી એક યોજનના આઠ પગથિયાં બનાવ્યાં જેથી અષ્ટાપદ કહેવાય છે. શાસ્ત્રમાં ગૌતમસ્વામી અષ્ટાપદ ગયાનો ઉલ્લેખ આવે છે તથા રાવણ-મંદોદરીનાં ભકિત-સંગીત નાટકનો ઉલ્લેખ આવે છે. જ્ઞાની જ કહી શકે કે અષ્ટાપદ કયાં છે?
વિચાર કરતાં એમ લાગે છે કે અયોધ્યા ની પાસે અષ્ટાપદ આવે. અષ્ટાપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org