________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૨૦
હોવા
ભાવનગરથી ઘોઘા જવાય છે. ભાવનગરથી ૧૪ માઈલ દૂર ઘોઘા બંદર છે. અહીં શ્રી નવખંડા પાર્શ્વનાથનું સુંદર પ્રાચીન તીર્થ છે. નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ વિ.સં. ૧૧૬૮ માં શ્રી અજિતદેવસૂરિજીના સમકાલીન આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ અંજનશલાકા કરાવી હતી. મૂર્તિ કરાવનાર શ્રાવક ઘોઘા બંદરના શ્રીમાલી નાણાવટી હીરુભાઈ શેઠ હતા. આ મૂર્તિનો સ્વેચ્છાએ મુસલમાનોએ-વિચ્છેદ કર્યો. નવખંડ થયા. અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં જણાવ્યું કે રૂની પોલમાં છ મહિના પ્રતિમાજીને રાખો એટલે સાંધા મળી જશે. સાંધા મળ્યા કે નહિ તે જોવાની અધીરાઈથી છ મહિના અગાઉ તે જોયું. સમય પહેલાં જોવાથી સાંધા મળ્યા નહિ, જેથી આજે પણ પ્રતિમાજીના નવ સાંધા જણાય છે. આથી આ મૂર્તિ નવખંડા” પાર્શ્વનાથ તરીકે પ્રચલિત છે. ઘોઘા ગામ પુરાણું છે. શ્રી નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ ઘણીજ ચમત્કારી, પ્રાચીન અને દર્શનીય છે. મંદિર દરિયાકિનારે આવેલ છે.
કીર્તિધામ સોનગઢથી પાલીતાણા જતાં રસ્તામાં એક સુંદર તીર્થ કીર્તિધામ આવે છે. લાડકા દીકરા કીર્તિના આત્માના શ્રેયાર્થે કુટુંબીજનોએ આ તીર્થનું નિર્માણ કર્યું છે. ભવ્ય દેરાસર, ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય આવેલ છે. આ તીર્થની પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા. ના હસ્તે સંવત ૨૦૪૧ માગશર વદ-૬ તા. ૧૪-૧૨-૮૪ ના રોજ થઈ હતી. આ તીર્થમાં વીશ વિહરમાન ભગવાન શ્રી આદીશ્વર ભગવાન, શ્રી મલ્લીનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન, ગુર ગૌતમસ્વામી, શ્રી ચકેશ્વરી દેવી તથા શ્રી પદ્માવતીદેવીની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરેલ છે. પાલીતાણા જતાં સાધુ-સાધ્વીઓ માટે તથા છરી પાળતાં સંઘો માટે આ સ્થાન થવાથી ઘણી સગવડતા થઈ છે.
વલભીપુર અમદાવાદ-પાલીતાણા બસ રસ્તે જતાં વલભીપુર વચમાં આવે છે. વલભીપુર શત્રુંજય ગિરિરાજની પ્રાચીન તળેટી હતી. અહીંથી ગિરિરાજનાં દર્શન થાય છે. ગામ ખૂબ પ્રાચીન છે. સંવત ૫૧૦માં દેવદ્ધિગણી ક્ષમાશ્રમણોએ અહીં શ્રમણ સંઘ એકઠો કરી જૈન આગમો પુસ્તકારૂઢ કરાવ્યાં હતાં. અહીં જૈન સંઘ ઘણી જ ઉન્નત સ્થિતિમાં હતો અને અહીં ૮૪ જિનમંદિરો હતાં. વલભીપુરના રાજા શીલાદિત્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org