________________
૧૧૯
ભાવનગર અહીંની કોતરણી બહુ જ સુંદર છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથજીની પ્રતિમાઓ મનોહર છે. બીજા મંદિરમાં શ્રી મલ્લિનાથ ભગવાનની સાથે નીકળેલા શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજમાન છે. ભોંયરામાં શ્રી નેમિનાથ પ્રભુનાં અલૌકિક પ્રતિમાજી સૌને આકર્ષે છે. મહુવાના કારીગરે અહીં કસોટીના પથ્થરમાંથી કોરેલ ૧૦૮ આંગળ પ્રમાણની શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાજી આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે. ઉપર ચૌમુખજીની દેરી છે. અહીંથી શત્રુંજય ગિરિરાજના દર્શન થાય છે. ભગવાન મહાવીરસ્વામી જ્યારે શત્રુંજય પર પધાર્યા હતા, ત્યારે મહુવા તથા વઢ વાણમાં પધાર્યા હતા. આ કારણથી મહુવામાં જીવિતસ્વામીની (મહાવીર સ્વામીની) પ્રાચીન પ્રતિમાજી છે. વઢવાણમાં ભગવાન મહાવીર પધાર્યા હતા, જેથી તેનું નામ 'વર્ધમાનપુર” પડ્યું હતું. વર્ધમાનપુરમાંથી વઢવાણ થયું.
દાડા.
* તળાજાથી મહુવા જતાં દાઠા આવે છે. ઊંચી બાંધણીનું શ્રી શાંતિનાથ ભગવાનનું કાચનું મંદિર છે. કાચનું કામ સુંદર અને આકર્ષક છે. મહાપુરુષોનાં ભાવવાહી ચિત્રો છે. પાલીતાણાની પંચતીર્થીમાં દાઠા ગણાય છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રયે આવેલ છે.
ભાવનગર | વિ.સં. ૧૭૭૯, અક્ષય તૃતીયાના રોજ ભાવસિંહજી મહારાજે ભાવનગર વસાવ્યું હતું. તે પહેલા તે વડવા ગામ હતું. દરિયા કિનારે આવેલ છે. દરેક ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન છે. ભાવનગર તથા તેના પરાંઓમાં જૈનોની અઢળક વસ્તી છે. શહેરના મધ્યભાગમાં વિશાળ ચોકમાં શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. ' ભાવનગરમાં ૧૪ સુંદર જૈન દેરાસરો છે. ગામબહાર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર બહુ સુંદર છે. ભાવનગરમાં શ્રી જૈનધર્મ પ્રચારક સભા, શ્રી આત્માનંદજૈન ભુવન લાઇબેરી, યશોવિજય ગ્રંથમાળા, જૈન કન્યાશાળા, જૈન દવાખાનું, જૈન બોર્ડિંગ, જૈન ભોજનશાળા, જૈન ધર્મશાળા વગેરે સંસ્થાઓ આવેલ છે તથા શ્રી જૈનધર્મપ્રકાશ', આત્માનંદ-પ્રકાશ', 'જૈન' વગેરે માસિક - સાપ્તાહિક અહીંથી બહાર પડે છે. જાણીતા જૈન કાર્યકર્તા શ્રી મનુભાઈ નરોત્તમદાસ શેઠ ભાવનગરનાં વતની છે.
અમદાવાદથી ભાવનગર રેલવે તથા બસ દ્વારા જઈ શકાય છે. ભાવનગરથી પાલીતાણા સીધી બસ તથા ટ્રેઇન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org