________________
૧૧૮
ભારતનાં મુખ્ય જૈન તીર્થો કરાવી - તેમની મૂર્તિ છે.
તળાજા ગામમાં બે વિશાળ મંદિરો છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મલ્લિનાથ ભગવાન છે.
તળાજામાં ધર્મશાળા, ભોજનશાળા ઉપાશ્રય વગેરે છે.
તળાજા ગિરિરાજ પરથી ગિરનારસુધીનો રસ્તો હતો, જે બ્રિટિશ સરકારે બંધ કરાવ્યો હતો!
મહુવા (મધુમતી). અહીં શ્રી જીવિતસ્વામીની પ્રતિમાવાળું રમણીય સાતશિખરી ભવ્ય મંદિર છે. પ.પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી બનેલો ચાર માળનો દેવપ્રાસાદ દર્શનીય છે. જીવિતસ્વામીની (મહાવીરસ્વામીની) પ્રતિમા નંદિવર્ધન રાજાએ (મહાવીર સ્વામીના મોટાભાઈએ ભગવાનના શરીર પ્રમાણ) ભરાવેલી છે. પ.પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ અને કાળધર્મ મહુવામાં થયેલ હતા. સામે ૧૮ ફૂટના અદબદજી છે. તેની બાજુમાં શાસન-સમ્રાટ આચાર્યદેવ શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. ની દેરી છે.
આ ભૂમિમાં પાકેલાં રત્નો જોઈએ તો – (૧) શત્રુંજ્યનો ૧૪મો ઉદ્ધાર કરાવનાર જાવડશા આ નગરના રહેવાસી હતા, જેઓએ વિ.સં. ૧૦૮ માં મહાન પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામીના ઉપદેશથી શત્રુંજયતીર્થનો ૧૪મો ઉદ્ધાર કરાવ્યો. (૨) ગુર્જરેશ્વર કુમારપાળની સામે ઉછામણીમાં સવા કરોડ સોનૈયાના ચઢાવાથી તીર્થમાળ પહેરનાર અને સવા કરોડની કિંમતના મણિરત્નથી વિભૂષિત હાર વડે પરમાત્માના કંઠને અલંકૃત કરનાર શ્રેષ્ઠિવર્યજગડુ શાહ (૩) શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિ, (૪) સૂરિસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી, તેમ જ (૫) શિકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનો ડંકો વગાડનાર શ્રી વીરચંદ રાઘવજી જેવાં પુરુષરત્નોને જન્મ આપી આ ભૂમિએ પોતાનું રત્નસૂ' નામ ખરેખર સાર્થક કરેલ છે.
મહુવામાં પાસે દરિયો છે, મહુવાની આસપાસ વનરાજી સારી છે, જેમાં નાળિયેરી, કેળાં, કેરી, સોપારી વગેરે પાકે છે.
મહુવામાં ભોજનશાળા, ધર્મશાળા વગેરે આવેલ છે. બસ તથા ટ્રેન દ્વારા મહુવાથી પાલીતાણા તથા ભાવનગર જઈ શકાય છે.
પ્રથમ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં પાષાણમાં કોતરેલા તોરણ નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org