________________
૧૧૭
શ્રી તાલધ્વજગિરિ ઓળખાતી ગુફા તથા નાની-મોટી ૩૬ ગુફાઓ તથા સ્થંભો આવેલ છે. એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ શકાય છે. આ ગુફાઓ સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા બૌદ્ધ સાધુઓને રહેવા માટે બનાવી હતી. આ ગુફાઓમાં હીનયાન અને મહાયાન બૌદ્ધના ૭૦૦ સાધુઓ સાથે ૧૯વર્ષ સુધી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે રહ્યા હતા. ગુફાઓમાં એભલવાળો, ચાંપરાજવાળો, રાંકો, વાંકો, ધીવો, મોનવેલી અને કુલણી તેમ જ નરસિંહ મહેતાની સ્મૃતિઓ જડાયેલી છે. ગુફાઓમાં પાણી, તેલ, ઘી ભરવા માટેનાં મોટા ટાંકાઓ છે. નરસિંહ મહેતાનો જન્મ પણ તળાજામાં થયો હતો.
ગિરિરાજ પર ત્રણ ભવ્ય જિનાલયો છે સૌ પ્રથમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય આવે છે. ત્યાંથી ઉપર જતાં સાચાદેવ' તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી સુમતિનાથ ભગવાનની મુખ્યટૂક આવે છે. ભમતીમાં સુંદર પ્રાચીન મૂર્તિઓ છે. ૭૯ સે.મી.ની શ્યામવર્ણ, પદ્માસનસ્થ મૂળનાયક સાચાદેવ સુમતિનાથ પ્રભુની અત્યંત તેસ્વી અને મહિમાવંત મૂર્તિ છે. આ પ્રતિમા સંપ્રતિ મહારાજાના સમયની છે. આ પ્રતિમા વિ.સં. ૧૮૭૨માં આ જ ગામમાં જમીનમાંથી પ્રગટ થવાથી ગામમાં ફેલાયેલો રોગચાળો બંધ થયો હતો અને શાંતિનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તે જ સમયથી લોકો તેમને સાચાદેવ સુમતિનાથ' તરીકે માનવા લાગ્યા છે. આ તીર્થનો અંતિમ ઉદ્ધાર સંવત ૧૮૭૨ ના વૈશાખ સુદ ૧૩ ના રોજ થયો હતો. ત્યારથી અખંડ જ્યોત પણ શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ ચાલુ છે, જેમાંથી કેસરિયા કાજળનાં દર્શન થાય છે.
સૌથી ઉપરની ટ્રકમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ભવ્ય મંદિર આવે છે. તેમાં ચૌમુખ પ્રતિમાજીનાં દર્શન કરતાં આત્મા આનંદવિભોર બને છે. અહીંથી શ્રી શત્રુંજય મહાતીર્થનાં દર્શન થાય છે.
ગિરિરાજ પર એક ગુરુમંદિર છે, જેમાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જબૂસ્વામી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા શ્રી કુમારપાળ મહારાજા આદિની મૂર્તિઓ છે.
તળાજા પાસે તલાજી નામની નદી તથા થોડે દૂર પવિત્ર શત્રુંજી નામની નદી વહે છે.
ગિરિરાજ પર શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ, કે જેમના જન્મ અને કાળધર્મ મહુવામાં થયા હતા, જેઓએ કદંબગિરિ, રાણકપુર વગેરે અનેક તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો તથા અનેક મંદિરોની પ્રતિષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org