________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો સીમંધરસ્વામીની મૂર્તિ છે.
સૌથી ટોચે શ્રી ઋષભદેવ ભગવાનનાં તથા કદંબ ગણધર જેઓ આ પહાડ પર એક કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયા હતા, તેમનાં પગલાં છે.
વાવડી-પ્લોટમાં પ્રતિમાજીઓનો ભંડાર છે. નાનાં-મોટાં, રંગબેરંગી, ભવ્ય મનોહર પ્રતિમાજીઓ તથા ગૌતમસ્વામી, દેવ-દેવીઓ તથા ધાતુની મૂર્તિઓ છે.
શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશ અને પ્રેરણાથી અત્રે હાલ દેવવિમાન જેવાં મંદિરો બન્યાં છે. શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી વહીવટ કરે છે.
શ્રી હસ્તગિરિ તીર્થ
૧૧૪
પાલીતાણાથી ૧૦ માઈલ દૂર જાલિયા નામનું ગામ છે. શેત્રુંજી નદી જાલિયા ગામની પાસે છે. ત્યાંથી હસ્તગિરિ પહાડ જવાનો રસ્તો બે માઈલ છે, જાલિયા ગામથી હસ્તગિરિ શિખર ૧૨૫૦ ફૂટ ઊંચું છે.
Jain Education International
શ્રી સિદ્ધાચળજીનાં ૧૦૮ નામો પૈકી ૩૫મું નામ 'હસ્તગિરિ' આવે છે. ચક્રવર્તી ભરત મહારાજાના પુત્ર શ્રી હસ્તિસેન રાજર્ષિ અનશન કરી, ફાગણ સુદ ૧૦ના દિવસે એક કરોડ મુનિવરો સાથે અહીં મોક્ષે ગયા હતા તથા ભરત મહારાજા શ્રી ઋષભદેવ ભગવંતને શત્રુંજય ગિરિરાજ પર વંદન કરવા આવેલ ત્યારે તેમના હાથીઓને અત્રે રાખ્યા હતા. તે પૈકી ૭૦૦ હાથીઓ, જેઓ અહીંની ભૂમિના સ્પર્શથી નીરોગી બન્યા હતા. તેમાંનો એક હાથી અનશન કરી સ્વર્ગે ગયેલ. ત્યારથી
For Private & Personal Use Only
www.jainelibrary.org