________________
શ્રી કદંબગિરિ તીર્થ
DIA
S
|
PL
TIME *
-
-
5
શ્રી કદંબગિરિ મહિમાવંતું તીર્થ છે.
ગઈ ચોવીશીના બીજા નિર્વાણી તીર્થકરના શ્રી કદંબ નામના ગણધર એક કરોડ મુનિભગવંતો સાથે અહીં આ પહાડ પર મોક્ષે ગયા હતા, જેથી આ પહાડને કદંબગિરિ કહેવાય છે.
તહીમાં કબજિwાદઃ બે ભવ્ય હાથીઓ સહિતનું મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે તથા શ્રી નેમિસૂરીશ્વરજી મ.સા. ની મનોહર મૂર્તિ છે. ૭૫ જેટલી દહેરીઓ છે. ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય, જ્ઞાનશાળા વગેરે છે.
ઉપર જતાં રસ્તામાં સુંદર વાવ આવે છે.
તળેટીમાં પેઢી તરફથી યાત્રાળુઓને ભાતું અપાય છે. પહેલું શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર આવે છે, જેમાં ૨૬ દહેરીઓ છે તથા ૧૧૫ ઈચની ભવ્ય ચમત્કારી શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ છે.
બાજુમાં ઉપર એક દેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. તે સિવાય ૧૪પર ગણધરનાં પગલાં, અષ્ટાપદજી, મેર-પ્રાસાદ, શત્રુંજય તીર્થની રચના, રૈવતગિરિ-અવતાર-મંદિર, શ્રી સીમંધરસ્વામીનું મંદિર, વર્તમાન ચોવીશી વગેરે આવેલ છે. વાવડી-પ્લોટ તરફ જતાં શત્રુંજય પટછે. આગળ જતાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામસુંદર મૂર્તિવાળું મંદિર છે. નીચે ૧૨૧ પરોણા છે. ઉપર શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org