________________
- શ્રી વર્ષીતપની વિધિ
શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વ ભવમાં પાંચસો ખેડૂતોના ઉપરી હતા, ત્યારે ખેતરના ખળામાં ફરતાં બળદો ધાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેઓએ એ બળદોને મોઢે શીકળી બાંધવા કહ્યું. બળદોને શીકળી બાંધવી ફાવી નહીં, જેથી તેઓએ બાંધી આપી. તે વખતે બળદોએ ૩૬૫નિસાસા નાંખ્યા. ભગવંતે આ રીતે લાભાંતરાય કર્મ બાંધ્યું. ભગવંતે ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી ગોચરી વહોરવા માટે એક વર્ષ, એક માસને દસ દિવસ વિચર્યા છતાં આહાર મળ્યો નહીં. ભોગાવલી કર્મ ભોગવવું પડ્યું. ભગવંત વિચરતા વિચરતા વૈશાખ સુદ ત્રીજના દિવસ હસ્તિનાપુર પધાર્યા. ત્યારે ભગવંતના પૌત્ર શ્રી શ્રેયાંસકુમારે ૧૦૮ ઘડા શેરડીના રસના (ઇશુરસના) ભકિત ભાવથી ભગવંતને વહોરાવ્યા. ભગવંતે૪૦૧ મા દિવસે પારણું કર્યું. પ્રભુના દર્શનથી શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રભુએ આ દિવસે પારણું કર્યું. આ પ્રસંગ ઉપરથી વર્ષીતપની શરૂઆત થઈ.
વર્ષીતપનું પારણું કરવા ઘણા લોકો હસ્તિનાપુર, પાલીતાણા, ઉપરિયાળા જાય છે. અમદાવાદમાં પણ દર વર્ષે સુંદર રીતે પારણાં થાય છે.
- ફાગણ વદ ૮ ને દિવસે ઉપવાસ શરૂ કરી, એકાંતરે પારણે બેસણું કરી, ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે કે અખાત્રીજ (અક્ષયતૃતીયા-વૈશાખ સુદ ૩) ને દિવસે પારણું કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org