________________
૧૦૨
ભારતનાં મુખ્ય જૈન તીર્થો (૧) નવ્વાણું યાત્રા કરનાર ૯ વખત નવટૂંકમાં જાય. (૨) ઘેડીની પાયગાએ ઓછામાં ઓછા નવ વાર દર્શન કરે. (૩) આયંબિલ કરીને એક વાર બે યાત્રા કરે. (૪) ઉપવાસ કરીને ત્રણ યાત્રા એક દિવસે સાથે કરે. (૫) શેત્રુંજી નદીએ નાહીને એક યાત્રા કરે. (૬) રોહીશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે. (૭) એક વાર ગિરિરાજ પરનાં બધાં મંદિરોની પ્રદક્ષિણા ફરે, ત્યારે દોઢ ગાઉની
પ્રદક્ષિણા પૂરી કરે. (૮) એક વખત છ ગાઉની પ્રદક્ષિણા કરે. (૯) એક વખત બાર ગાઉની પ્રદક્ષિણા કરે. તે હવે બંધ થવાથી
કદંબગિરિ-હસ્તગિરિની દર્શન-યાત્રા કરવી. (૧૦) શકિત મુજબ તપ કરવું તથા આવશ્યક ક્રિયા સવાર-સાંજ કરવી. બંને સમયે
પ્રતિક્રમણ, બ્રહ્મચર્યપાલન, સચિત્તયાગ, ભૂમિસંથારો, પદયાત્રા કરવી. (૧૧) પ્રથમ દાદાની ટૂકે યાત્રા કરી, ઘેટીની પાર્ગ દર્શન ચૈત્યવંદન કરી, પાછા
દાદાની ટૂકે આવી યાત્રા કરવાથી બે યાત્રા ગણાય છે. (૧૨) પ્રતિદિન ૧૦ બાંધી નવકારવાળી ગણવી, જેથી યાત્રા પૂર્ણ થતાં, ૧ લાખ
નવકાર પૂર્ણ થાય. (૧૩) રોજ નવ સાથિયા, નવ ફળ, નવ નૈવેદ્ય મૂકવાં. ૯ ખમાસમણાં, ૯
લોગસ્સનો કાઉસગ્ગ તથા સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી તથા દાદાના
દેરાસરે ત્રણ પ્રદક્ષિણા કરવી. (૧૪) નવ્વાણું-પ્રકારી પૂજા એક વાર ભણાવવી. (૧૫) અનુકૂળતા હોય તો એક વાર ૯૯ ખમાસમણાં, ૯૯ લોગસ્સનો કાઉસગ્ગ
તથા ૯૯ પ્રદક્ષિણા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org