________________
૯૭
શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ સરસપુરમાં બીબીપુર નામે ઓળખાતા પરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું ખૂબ વિશાળ અને ભવ્ય જિનાલય બાંધવાનું નક્કી કર્યું. એ માટે બાદશાહ જહાંગીર પાસેથી જમીન મેળવી સંવત ૧૬૭૮માં બાંધકામ શરૂ કર્યું અને સંવત ૧૬૮૨ની સાલમાં ખૂબ વિશાળ પાયા ઉપર વિદ્વાન મુનિ ભગવંત શ્રી વાચકેન્દ્રની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. દેરાસરના નિર્માણમાં રૂપિયા નવ લાખ ખર્ચ થયો હતો. કહેવાય છે કે શેઠ હઠીસિંહનાદેરાસર જેવું આ ભવ્ય બાવન જિનાલય મંદિર હતું. બહાર આગળ કાળા આરસના સંપૂર્ણ કદના બે મોટાહાથીઓ હતા. એક હાથી ઉપર શેઠ શાંતિદાસ ઝવેરીની મૂર્તિ હતી. બે કાળા હાથીઓના કારણે મંદિર ખૂબ ભવ્ય લાગતું હતું. એ જમાનામાં આ દેરાસર તીર્થ જેવું ગણાતું હતું.
સંવત ૧૭૦૧ માં આ દેરાસરને તે વખતના ગુજરાતના સૂબા ઔરંગઝેબે ખંડિત કરી મસ્જિદ બનાવી, ગાયનો વધ કરાવી દેરાસરની ભૂમિ અપવિત્ર બનાવી.
કહેવાય છે કે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ચાર પ્રતિમાઓ હતી, જે પૈકી એક ઝવેરીવાડ દેરાસરમાં છે, બીજા રાજપર દેરાસરમાં છે, ત્રીજા દેવસાના પાડે દેરાસરમાં છે તથા ચોથા કાળુશીની પોળનાદેરાસરમાં છે. આચાર્યરાજસાગરસૂરિજી શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના ગુર હતા. તેઓશ્રીની પ્રેરણાથી શેઠશ્રી શાંતિદાસ ઝવેરીએ પોતાના જીવનમાં અનેક ધર્મનાં કાર્યો કર્યા છે. તેમનું જીવન ધર્મ આરાધના-પૂજાપાઠ-ધ્યાન-સ્મરણ-વ્યાખ્યાન વાણી, જૈન શાસનની રક્ષા, તીર્થરક્ષા સંઘના હિતને લગતા કાર્યોમાં, સામાન્ય પ્રજાના હિતને લગતી પ્રવૃત્તિઓમાં જમોટે ભાગે વીતતું હતું.
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા તેમના મોટાભાઈ વર્ધમાન શેઠે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી 28ષભદેવ ભગવાનની આસપાસ સુંદર શિલ્પવાળું પરિકર જે છે તે તેઓએ સંવત ૧૬૭૦માં બનાવ્યું હતું.
સંવત ૧૭૧માં શ્રી શત્રુંજય મહાતીર્થનો સંઘ કાઢયો હતો.
શેઠશ્રી શાંતિદાસ ઝવેરીને ચાર પત્ની તથા પાંચ પુત્રો હતા. આશરે ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવી સંવત ૧૭૧પમાં સ્વર્ગવાસ પામ્યા. જ્યારે આચાર્ય શ્રી “રાજસાગરસૂરિજી સંવત ૧૭૨૧માં કાળધર્મ પામ્યા.
શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના સમયથી શત્રુંજય તીર્થનો વહીવટ અમદાવાદના શ્રેષ્ઠિઓના હાથમાં આવ્યો.
અમદાવાદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org