________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૯૬ વસ્તુપાલ-તેજપાલ મંત્રીઓ, ત્યાર પછી પાટણ, ખંભાતના સંઘો અને રાધનપુરના મસાલિયા કુટુંબ હસ્તક પણ વહીવટ રહ્યો હતો.
જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરિજીએ સમ્રાટ અકબરની સંવત ૧૬૩૯માં મુલાકાત લીધી, ત્યારથી નગરશેઠ શ્રી શાંતિદાસ સાહસકરણ ઝવેરીનો સંવત ૧૭૧પમાં સ્વર્ગવાસ થયો, તે દરમ્યાન સમ્રાટ અકબર વગેરે પાંચ મોગલ બાદશાહો તરફથી જૈન સંઘને એટલે આચાર્ય હીરવિજયસૂરિ વગેરે શ્રમણોને તેમ જ નગરશેઠ શ્રી શાંતિદાસ સાહસકરણ ઝવેરીને જે ફરમાનો મળ્યાં હતાં તેમાં શ્રી શત્રુંજય મહાતીર્થના માલિકી હક્કો ભેટ આપ્યા સંબંધી તથા તીર્થમાં લેવામાં આવતા કર માફ કરવા સંબંધી તેમ જ જૈન સંઘના અન્ય ધર્મસ્થાનોની સાચવણી થઈ શકે એને લગતાં નવ ફરમાનો કરી આપ્યા હતા. મોગલ બાદશાહ ઉપર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનો કેવો પ્રભાવ તેમ જ રાજદ્વારી લાગવગ હતી, તે આ ફરમાન ઉપરથી જાણી શકાય છે.
- શ્રી શત્રુંજય તીર્થ અને તીર્થના યાત્રાળુઓની રક્ષા કરવાના પાલીતાણા રાજ્ય અને જૈન સંઘ વચ્ચે થયેલ રખોપાનો દસ્તાવેજી કરાર સંવત ૧૭૦૭માં ગારિયાધારમાં રહેતા પાલીતાણાના રાજવી ગોહેલ કાંધાજી અને બીજી બાજુ સમસ્ત જૈન સંઘ વતી અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસસહસકરણ ઝવેરી અને શેઠશ્રી રતન તથા સૂરા નામે બે ભાઈઓ વચ્ચે સંવત ૧૭૦૭ના કારતક વદિ ૧૩ને મંગળવારના રોજ થયો હતો.
અમદાવાદ-બાદશાહ અહમદશાહ સંવત ૧૪૫૪માં ગુજરાતની ગાદી પર બેઠા અને પોતાના નામ પરથી સાબરમતી નદીના કિનારે નવું નગર અમદાવાદ વસાવીને પાટણને બદલે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવી. અમદાવાદની સ્થાપના સંવત ૧૪૬૮ વૈશાખ વદ ૭ રવિવાર પુષ્ય નક્ષત્રના યોગમાં થઈ હતી.
અમદાવાદમાં હાલમાં ૩૦૧દેરાસરો, ૧૧૨ ઉપાશ્રયો, ૪ ધર્મશાળાઓ છે. જ્યારે અમદાવાદની વસ્તી-૨૮ લાખની છે. ભારતમાં જૈનોની વસ્તી ૩૭૨૪૦૦૦છે, જ્યારે શ્વેતાંબર સાધુ-૧૩૫૬ને સાધ્વી જ૮૮૪ છે. એટલે કુલ ૬૨૪૦ છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને સૂરતમાં એક સાધુએ શ્રી ચિંતામણી મંત્ર આપ્યો હતો. તેની સાધનાથી તેઓશ્રીને અઢળક સંપત્તિ મળી હતી. આ જ કારણથી શ્રી શાંતિદાસ ઝવેરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ઉપર ખૂબ આસ્થા હતી. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા તેમના મોટાભાઈ વર્ધમાન શેઠે અમદાવાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org