________________
૯૩
શ્રી નવ ટૂકો
ગોડી પાર્શ્વનાથજીના દેરાસરની બાજુમાં હજારોની ઊપજવાળી મોટી ચાલી બંધાવી હતી. આ શેઠનું નામ મુંબઈ નગરીમાં મશહૂર હતું. મુંબઈ ઘોઘારી સમાજમાં તેમનું નામ આગળ પડતું હતું.
(૧) શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી પુંડરીકસ્વામીનું દેરાસર દીપચંદ શેઠે સંવત ૧૮૯૩માં બંધાવેલ છે. શ્રી આદીશ્વર ભગવાનનું પરિકર સુંદર અને કળામય છે.
(૨) શ્રી ચૌમુખજીનું દેરાસર - મુંબઈના શેઠ ફત્તેચંદ ખુશાલચંદે સંવત ૧૯૦૮માં બંધાવેલ છે.
(૩) શ્રી વાસુપૂજ્યસ્વામીનું દેરાસર - કપડવંજ વાળા શેઠ મીઠાભાઈ ગુલાબચંદે સંવત ૧૯૧૬માં બંધાવેલ છે.
(૪) શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર - ઇલોરાના શેઠ માનચંદ વીરચંદે બંધાવેલ છે.
(૫) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર - પૂનાવાળા શાહ લખમીચંદ દીપચંદે બંધાવેલ છે.
શેઠબાલાભાઈની ટૂંક આગળ શેઠ મોતીશાની ટૂંક આવે છે જેનું વર્ણન આપણે
આગળ જોઈ ગયા છીએ.
શેઠ મોતીશાની ટૂક અને દાદાની ટૂક વચ્ચે એક રસ્તો જાય છે, જ્યાંથી ઘેટીની પાગ જઈ શકાય છે, જ્યાં દ૨વાજો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org